બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અલગ કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો ભારત- ICMR

બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અલગ કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો ભારત- ICMR
Coronavirus new strain: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો- નવા કોરોના સ્ટ્રેનને ‘કલ્ચર’ કરવામાં મળી સફળતા

Coronavirus new strain: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો- નવા કોરોના સ્ટ્રેનને ‘કલ્ચર’ કરવામાં મળી સફળતા

 • Share this:
  નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે કહ્યું કે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર (સ્ટ્રેન) (Coronavirus New strain)નું ભારતમાં સફળતાપૂર્વક ‘કલ્ચર’ કર્યો છે. ‘કલ્ચર’ એક એવી પ્રક્રિયા છે, જેમાં કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિઓમાં ઉગાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે.

  ICMRએ એક ટ્વીટમાં દાવો કર્યો કે કોઈ પણ દેશે બ્રિટનમાં મળલા સાર્સ-કોવી-2ના નવા પ્રકારને અત્યાર સુધી સફળતાપૂર્વક પૃથક કે ‘કલ્ચર’ નથી કર્યો. ICMRએ કહ્યું કે વાયરસના બ્રિટનમાં સામે આવેલા નવા પ્રકારને તમામ સ્વરૂપોની સાથે રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાનમાં હવે સફળતાપૂર્વક પૃથક અને કલ્ચર કરી દેવામાં આવ્યો છે. તેના માટે નમૂના બ્રિટનથી પરત ફરેલા લોકોથી એકત્ર કરવામાં આવ્યા હતા.  અત્યાર સુધીમાં 29 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું

  ઉલ્લેખનીય છે કે, બ્રિટને હાલમાં ઘોષણા કરી હતી કે ત્યાં લોકોમાં વાયરસનો નવો પ્રકાર સામે આવ્યો છે, જે 70 ટકા સુધી વધુ સંક્રામક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે સાર્સ-કોવી-2ના આ નવા સ્ટ્રેનથી ભારતમાં અત્યાર સુધીમાં 29 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

  આ પણ વાંચો, લાલ કીડીઓની ચટણીથી થશે કોરોનાનો ઈલાજ? હાઈકોર્ટે આયુષ મંત્રાલયને સંશોધન કરવા આપ્યો આદેશ

  સંક્રમિત થયેલા જીનોમ સીકવેન્સિંગનો હિસ્સો હશે- MOHFW

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જીનોમ સીકવેન્સિંગ દિશા-નિર્દેશ સંબંધી દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 14 દિવસ (9થી 22 ડિસેમ્બર સુધી)માં ભારત પહોંચેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં જો આ લક્ષણ છે અને સંક્રમિત થયા છે તો તેઓ જીનોમ સીકવન્સિંગનો હિસ્સો હશે.

  આ પણ વાંચો, ટ્રમ્પે H1-B સહિતના વર્ક વીઝા પર પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવ્યો, ભારતીયો મૂકાશે મુશ્કેલીમાં

  ઈન્ડિયન એરપોર્ટ ઓથોરિટી મુજક, આ વર્ષે નવેમ્બરમાં કુલ 10.44 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો ભારત આવ્યા અને ગયા છે. બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના આ નવા પ્રકારના અત્યાર સુધી ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુરમાં પણ મળી ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:January 03, 2021, 07:04 am

  ટૉપ ન્યૂઝ