Home /News /national-international /

પાકિસ્તાનનો યૂ-ટર્ન, કહ્યું- 'ભારતીય વાયુસેનાના એક જ પાયલટ કબજામાં'

પાકિસ્તાનનો યૂ-ટર્ન, કહ્યું- 'ભારતીય વાયુસેનાના એક જ પાયલટ કબજામાં'

વધુમાં તેમણે કહ્યું કે આપણે કે આપણે સ્વદેશી ટેકનોલોજીની રાહ જોઇને ના બેસી શકીએ. ના જ દરેક રક્ષા ઉપકરણ વિદેશથી લાવવું તે પણ સમજદારી છે. આપણે કેટલાક જૂના થયેલા હથિયારોને સ્વદેશ નિર્મિત ટેકનોલોજીથી બદલી શકીએ છીએ. પણ હાલ વાયુ સેનાની સ્થિતિને મજબૂત કરવા બહારથી કેટલીક લેટેસ્ટ ટેકનોલોજી લાવવી તે સમયની માંગ છે.

    ભારત-પાકિસ્તાન વચ્ચે વાતાવરણ તંગ બન્યું છે. પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓના ઠેકાણા પર જવાબી કાર્યવાહી કરી આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરી નાખ્યા, ત્યારબાદ બુધવારે ભારતીય એરફોર્સના એક પાયલટનું પ્લેન પાકિસ્તાનમાં ક્રેશ થયાનું સામે આવ્યું છે, જેના પાયલટ હાલ પાકિસ્તાનના કબજામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઇકમિશનરને ભારતીય વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવી મુલાકાત કરી હતી.

    પુલવામા હુમલાના પૂરાવા સોંપ્યા

    દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઇકમિશનર સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવી બેઠક યોજી હતી. બેઠકમાં ભારત તરફથી પાકિસ્તાનને એક ડોઝિયર સોંપવામાં આવ્યું છે. જેમાં પુલવામા હુમલા અંગે પૂરાવા સોંપવામાં આવ્યા હતા, આ પૂરાવામાં સ્પષ્ટ થાય છે પુલવામા હુમલામાં આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો હાથ હતો.

    અમારા એરફોર્સના એક પાયસટ પાકિસ્તાનના કબજામાં

    પાકિસ્તાની હાઇકમિશનર સાથેની મુલાકાતમાં સોંપવામાં આવેલા ડોઝિયરમાં જણાવવામાં આવ્યું કે ઇન્ડિયન એરફોર્સના એક પાયલટ પાકિસ્તાનના કબજામાં છે. આ પાયલટ સાથે નિયમ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે.એટલું જ નહીં આ પાયલટના આપત્તિજનક વીડિયો વાયરલ કરતાં પહેલા વિચાર કરવો તથા પાયલટને સુરક્ષીત રીતે ભારતને સોંપવામાં આવે. તો પાકિસ્તાની આર્મીએ પણ દાવો કર્યો કે ઇન્ડિયન એરફોર્સના એક પાયલટ તેમના કબજામાં છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Air attack, India strongly objected, Indian Air Force, Pakistan News, પાકિસ્તાન, મોદી, યુધ્ધ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन