નવી દિલ્હી : ચીને (China)લદ્દાખમાં (Ladakh)દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગ મેદાનોની વિપરિત દિશામાં 17,000થી વધારે સૈનિકો અને બખ્તરબંધ વાહનો (armored vehicles)ગોઠવ્યા છે. પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)તરફથી કરવામાં આવતા કોઈપણ દુસ્સાહસનો મુકાબલો કરવા માટે ભારતે આ ક્ષેત્રોમાં સૈનિકો અને ટેન્ટ રેજિમેન્ટોની (troops and tank regiments)ભારે તૈનાતી કરી છે.
સરકારી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે અમે ડીબીઓ અને ડેપસાંગ મેદાની ક્ષેત્રમાં ટી-90 રેજીમેન્ટ (T-90 Regiment)સહિત સેના અને ટેન્કોની ઘણી ભારે તૈનાતી કરી છે. T-90 એક બખ્તરબંધ ડિવિઝનનો ભાગ છે. સૂત્રોએ જણાવ્યું કે PP-3 પાસે પેટ્રોલિંગ પોઇન્ટ 1 થી ડેપસાંગ મેદાનો સુધી તૈનાતી કરવામાં આવી છે. જ્યાં એપ્રિલ-મે માં ચીને 17,000થી વધારે સૈનિક એકઠા કર્યા છે અને તે પીપી-10થી પીપી-13 સુધી ભારતીય પેટ્રોલિંગને રોકી રહ્યા છે.
આ પણ વાંચો - અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે મંદિરોમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા
તેમણે જણાવ્યું કે બખ્તરબંધ તૈનાતી એવી છે કે ચીન જો કોઈ દુસ્સાહસ કરવાનો પ્રયત્ન કરશે તો પણ તેના માટે આમ કરવું મુશ્કેલ બનશે. સૂત્રોએ કહ્યું કે ચીન દ્વારા ડીબીઓ અને ડેપસાંગની વિપરિત સેના ભેગી કર્યા પહેલા આખા ક્ષેત્રની દેખરેખ એક પહાડી બ્રિગ્રેડ અને એક બખ્તરબંધ બ્રિગ્રેડ દ્વારા કરવામાં આવી રહી હતી પણ ચીનના ખતરાને જોતા આજે 15,000થી વધારે સૈનિકો અને ઘણા ટેન્ક રેજિમેન્ટોને સડક અને હવાઇ બંને માર્ગોથી ત્યાં લઈ જવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:August 03, 2020, 22:45 pm