દેશમાં ભૂખમરો વધ્યો, ભારત Global Hunger Indexમાં પાકિસ્તાનથી પણ પાછળ

News18 Gujarati
Updated: October 16, 2019, 10:53 AM IST
દેશમાં ભૂખમરો વધ્યો, ભારત Global Hunger Indexમાં પાકિસ્તાનથી પણ પાછળ
ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 102માં નંબરે છે. પ્રતીકાત્મક તસવીર (Photo: AP)

ભૂખમરાનો ભરડો : ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં પાકિસ્તાન 94માં નંબરે છે, જ્યારે ભારત 102માં નંબરે છે

  • Share this:
નવી દિલ્હી : તમામ પ્રયાસો છતાંય દુનિયામાં ભૂખ (hunger) આજે પણ મોટી સમસ્યા બની ગઈ છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા વધતી જઈ રહી છે. દુનિયાના ભૂખ સૂચકાંક (Global Hunger Index)નું માનીએ તો ભારતમાં ભૂખમરાની સમસ્યા વધુ ઝડપથી વધી રહી છે. ત્યાં સુધી કે ભારત આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનથી પણ પાછળ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જ્યાં પાકિસ્તાન (Pakistan)નો નંબર 94 છે, તો ભારત (India)નો ઇન્ડેક્સમાં 102માં નંબરે છે. બીજા એશિયન દેશ પણ ભારતથી સારી સ્થિતિમાં છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 117 દેશોનો રૅન્ક તૈયાર કરવામાં આવ્યો છે. તેમાંથી 47 દેશોમાં ભૂખમરાની સ્થિતિ ઘણી ગંભીર છે. અહીં અનેક વિસ્તારોમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. 117 દેશોમાં આમ તો ભારતની સ્થિતિ 102માં નંબરની છે, પરંતુ ભારતે પોતાની સ્થિતિમાં એક સ્થાનનો સુધાર કર્યો છે. જોકે, ભારતનું આ ક્ષેત્રમાં પ્રદર્શન સારું નથી રહ્યું, મોટી સંખ્યામાં બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે.

નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં સ્થિતિ સારી

ભારતના પડોસી દેશો બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાને ભૂખની વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું છે. ભારતના મુકાબલે અહીં સ્થિતિ સારી છે. ઇન્ડેક્સ મુજબ, ચીન હવે આ ઇન્ડેક્સમાં સૌથી 'ઓછા ગંભીર' દેશોની શ્રેણીમાં છે. ચીનનો નંબર ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 25માં નંબરે છે. બીજી તરફ, શ્રીલંકા 'મધ્યમ' ગંભીરતાની શ્રેણીમાં છે.


6 મહિનાથી 23 મહિનાના શિશુઓની વાત કરીએ તો ભારતમાં માત્ર 9.6 ટકાને 'ન્યૂનતમ સ્વીકાર્ય આહાર' આપવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે દેશમાં માત્ર 10 ટકા બાળકોને જ પૂરો આહાર મળે છે.

જળવાયુ પરિવર્તન મોટો પડકાર

રિપોર્ટ મુજબ, જળવાયુ પરિવર્તનના કારણે ભૂખનું સંકટ પડકારરૂપ થઈ ગયું છે. તેનાથી દુનિયાના પછાત ક્ષેત્રોમાં લોકો માટે ભોજનની ઉપલબ્ધતા વધુ કઠિન થઈ ગઈ છે. જળવાયુ પરિવર્તનથી ભોજનની ગુણવત્તા અને સાફ-સફાઈ પણ પ્રભાવિત થઈ રહી છે. સાથસાથ, ખેત પેદાશોમાંથી મળનારા ભોજનની પોષણ ક્ષમતા પણ ઘટી રહી છે. દુનિયાએ વર્ષ 2000 બાદ ભૂખના સંકટને ઓછું તો કર્યુ છે, પરંતુ આ સમસ્યાથી પૂરી રીતે મુક્તિ મેળવવાની દિશામાં હજુ પણ લાંબું અંતર કાપવું પડશે.

આ પણ વાંચો,

અહીં બાળકોને કુપોષણથી બચાવવા માટે ગરમ સળિયાના ડામ અપાય છે!
પ્રી-સ્કૂલમાં બાળકોને લેખિત કે મૌખિક પરીક્ષા ન હોવી જોઈએ : NCERT
First published: October 16, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading