Home /News /national-international /‘ઓપરેશન દોસ્ત’ને ભૂલ્યું ભૂકંપ પીડિત તૂર્કી! UNHRCમાં પાકિસ્તાનનો સાથ આપતા કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતનો જડબાતોડ જવાબ

‘ઓપરેશન દોસ્ત’ને ભૂલ્યું ભૂકંપ પીડિત તૂર્કી! UNHRCમાં પાકિસ્તાનનો સાથ આપતા કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતનો જડબાતોડ જવાબ

UNHRCમાં ભારતનો તુર્કીને જડબાતોડ જવાબ... - ફાઇલ તસવીર

India Slams Turkey in UNHRC: તુર્કીના આ પ્રકારના આરોપ પર ભારત મૌન નહીં જ રહે. ભારતના પ્રતિનિધિએ UNHRCમાં તુર્કીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આવો જોઈએ...

નવી દિલ્હીઃ તુર્કીએ (Turkey) સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ફરી એકવાર પાકિસ્તાનનો સાથ આપતા ભારત પર અનેક પાયાવિહોણા આક્ષેપ કર્યા હતા. તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનો સાથ આપતા આરોપ લગાવ્યો હતો કે, તે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તુર્કીના આવા આરોપ સામે ભારત ચૂપ ના રહે તે સ્વાભાવિક છે. ત્યારે ભારતની પ્રતિનિધિએ તુર્કીને જડબાતોડ જવાબ આપતા કહ્યુ હતુ કે, ‘તુર્કીએ ભારતના આંતરિક વિવાદમાં અનાવશ્યક નિવેદનો ન આપવા જોઈએ.’

તુર્કીમાં આવેલા ભૂકંપ પછી ત્યાંના લોકોની મદદ માટે ભારત તરફથી ‘ઓપરેશન દોસ્ત’ ચલાવવામાં આવ્યું હતું. તુર્કીએ તે ભૂલાવીને UNHRCમાં પાકિસ્તાનનો સાથ આપતા કાશ્મીર રાગ આલાપ્યો હતો.

આ પણ વાંચોઃ દેશનો પહેલો ‘હાઇસ્પીડ મલ્ટિ-મોડલ કોરિડોર’ ગુજરાતમાં બનશે...

ભારતે વિશેષ અધિકારનો ઉપયોગ કરી જવાબ આપ્યો


ભારત સામે દુર્ભાવનાપૂર્ણ પ્રચારનો જવાબ આપવા માટે ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 52મા સત્રના ઉચ્ચ સ્તરીય ખંડમાં જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ સીમા પૂજાનીએ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય, ખ્રિસ્તીઓ, હિંદુઓ અને શીખ સહિત ધાર્મિક અલ્પસંખ્યકોના ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો હતો. પૂજાનીએ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને ગાયબ કરવાની ‘ક્રૂર નીતિ’ માટે તેની આલોચના કરી હતી. તેનાથી ખાસ કરીને બલૂચિસ્તાન પ્રાંત અને અન્ય જગ્યાએ રહેનારા લોકો પ્રભાવિત થયા હતા.


પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો


પૂજાનીએ અહમદિયા સમુદાયની દુર્દશા પર ભાર મૂકતા કહ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયને માત્ર તેમના વિશ્વાસનું પાલન કરવા માટે રાખવામાં આવે છે. ત્યાં સુધી કે પાકિસ્તાની પાસપોર્ટ મેળવવા માટે પણ સમુદાયના લોકોએ સંસ્થાપકની ટીકા કરવી પડે છે.’ પૂજાનીએ કહ્યુ હતું કે, દુનિયાભરમાં હજારો નાગરિકોની મોત માટે પાકિસ્તાનની નીતિઓ સીધી જવાબદાર છે. ભારતનો કોઈપણ પુરાવા વગર દુષ્પ્રચાર કરતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાને આ બધું પડતું મૂકીને તેમની પ્રજા માટે કામ કરવાની જરૂર છે.

તુર્કી પર પણ નિશાન સાધ્યું


પૂજાનીએ જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા મામલે તુર્કી અને ઇસ્લામિક સહયોગ સંગઠન પર પણ નિશાન સાધ્યું હતું અને તેને ભારતના આંતરિક વિવાદમાં ટિપ્પણી ન કરવી જોઈએ તેવી સલાહ પણ આપી હતી.
First published:

Tags: Jammu and kashmir, Jammu Kashmir News, Kashmir issue, Pakistan news, Turkey

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો