Home /News /national-international /એક મહિનામાં જ તુર્કી ભારતનો ઉપકાર ભૂલી ગયું, કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો આપ્યો સાથ

એક મહિનામાં જ તુર્કી ભારતનો ઉપકાર ભૂલી ગયું, કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો આપ્યો સાથ

તુર્કીએ ઉપકારનો બદલો અપકારથી આપ્યો

ભારત વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચારનો જવાબ આપવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 52માં સત્રના ઉચ્ચ સ્તરિય ખંડમાં પોતાનો જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

નવી દિલ્હી: તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ફરી એક વાર પાકિસ્તાનનો સાથ આપત ભારતમાં પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનો સાથ આપતા આરોપ લગાવ્યો છે કે, તે જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તુર્કીના આ પ્રકારના આરોપથી ભારતે પણ મૌન નહોતું ધારણ કર્યું.. ભારતના પ્રતિનિધિએ યૂએનએચઆરસીમાં તુર્કીને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, તુર્કીએ ભારતના આંતરિક મામલામાં કારણવગરના નિવેદનો આપવાથી દૂર રહેવું જોઈએ. તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ત્યાંના લોકોની મદદ માટે ભારત તરફથી ચલાવવામાં આવેલા ઓપરેશન દોસ્ત છતાં તુર્કીએ યૂએનએચઆરસીમાં કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો સાથ આપ્યો છે.

આ પણ વાંચો: ટ્રેનમાં ઘુસી પેસેન્જરને હેરાન કરતા કિન્નરો પર એક્શન: રેલ વિભાગે 85 કિન્નરોની કરી ધરપકડ, 64 હજારનો દંડ ફટકાર્યો

ભારતે આપ્યો જડબાતોડ જવાબ


ભારત વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચારનો જવાબ આપવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 52માં સત્રના ઉચ્ચ સ્તરિય ખંડમાં પોતાનો જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રે ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ સીમા પૂજાનીએ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય, ઈસાઈયો, હિન્દુ અને સિખો સહિત ધાર્મિક અલ્પસંખ્યકોના ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો. પૂજાનીએ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો ગાયબ કરવાની ક્રૂર નીતિ માટે તેમની ટિકા કરી હતી. તેનાથી ખાસ કરીને બલૂચિસ્તાન પ્રાંત અને અન્ય જગ્યા પર રહેતા લોકો પ્રભાવિત થાય છે.

પૂજાનીએ અહમદિયા સમુદાયની દુર્દશા પર ભાર આપ્યો અને કહ્યું કે, પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયને ફક્ત પોતાના વિશ્વાસ પાલન કરવા માટે પ્રતાડીત કરવામાં આવી રહ્યા છે. ત્યાં સુધી કે, પાકિસ્તાની પાસપોર્ટ મેળવવા માટે પણ સમુદાયને પોતાના સંસ્થાપકની ટીકા કરવી પડે છે.


પૂજાનીએ આ વાત પર પ્રકાશ પાડ્યો કે, દુનિયાભરમાં હજારો નાગરિકોના મોત માટે પાકિસ્તાનની નીતિઓ જવાબદાર છે. ભારત વિરુદ્ધ બનેલા કોઈ પણ આધારને ખોટો પ્રચાર કરવા પર ભારેત પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવી દીધી હતી. ભારતે કહ્યું કે, પાકિસ્તાનને તેની જગ્યાએ પોતાની જનતા માટે કામ કરવા પર ધ્યાન આપવાની જરુર છે.
First published:

Tags: India Vs Pakistan, Jammu and kashmir, Turkey