ઈસ્લામિક દેશોના સંગઠને કાશ્મીર મુદ્દે બદલ્યું વલણ, ભારતે કર્યો વિરોધ

OICએ જમ્મુ અને કાશ્મીરના નિવાસીઓના કાયદાકિય અધિકારોનું સમર્થન કર્યું છે

News18 Gujarati
Updated: June 4, 2019, 3:54 PM IST
ઈસ્લામિક દેશોના સંગઠને કાશ્મીર મુદ્દે બદલ્યું વલણ, ભારતે કર્યો વિરોધ
(AP Photo/Amr Nabil)
News18 Gujarati
Updated: June 4, 2019, 3:54 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : ઈસ્લામિક દેશોના સમૂહે (OIC) કાશ્મીર મુદ્દે પોતાનું વલણ બદલી દીધું છે. OICએ કાશ્મીર મામલા પર વિશેષ રાજદૂતની નિયુક્તિ કરી દીધી છે. તેની પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. OICએ ગત સપ્તાહે મળેલી બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના નિવાસીઓના કાયદાકિય અધિકારોનું સમર્થન કર્યું છે.

OICનું નિવેદન અને તેમના તરફથી વિશેષ દૂતની નિયુક્તિ પર ભારતે કહ્યું છે કે આ સંગઠનના અધિકાર ક્ષેત્રોનો હિસ્સો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અમે સ્પષ્ટપણે OIC તરફથી કાશ્મીર મુદ્દે આપવામાં આવેલા નિવેદનને ફગાવીએ છીએ.

આ પહેલા માર્ચમાં OICમાં જમ્મુ-કાશ્મીર પર આવેલા પ્રસ્તાવ પર ભારતે કહ્યું હતું કે આ હિસ્સો ભારતનો અભિન્ન અંગ છે અને તે ભારતનો આંતરિક મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, માર્ચમાં મળેલી બેઠકમાં OICએ કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો કરાર કર્યો હતો. આ દરમિયાન કાશ્મીર પર એક અલગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રીલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, અમે 31 મેના રોજ સઉદી અરબના મક્કામાં OICની 14મી બેઠકમાં મંજૂર અંતિમ નિવેદનમાં ભારતના અભિન્ન હિસ્સા વિશે અસ્વીકાર્ય ઉલ્લેખને ફરી એક વાર નકારીએ છીએ. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનું એક અભિન્ન અંગ છે અને તેનાથી જોડાયેલા મામલો OICના અધિકાર ક્ષેત્રમાં નથી આવતા.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સંગઠન OICમાં 57 દેશ સભ્ય છે અને તેમાંથી 53 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ છે. ગત શુક્રવારે પવિત્ર શહેર મક્કામાં OICની 14મી બેઠક આયોજિત થઈ અને મુસ્લિમ દેશના અનેક નેતા તેમાં સામેલ થયા.
બેઠકમાં ઉઠ્યો હતો કાશ્મીરનો મુદ્દો

બેઠકમાં કાશ્મીરના સંદર્ભમાં કથિત માનવાધિકારોના હનનનો વિષય ઉઠાવવામાં આવ્યો અને ભારતથી અહીં સંયુક્ત રાષ્ટ્ર આયોગ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને જવાની મંજૂરી આપવાનું કહેવામાં આવ્યું. આ પહેલા પણ માર્ચમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ છે અને ભારત માટે તે સમગ્ર પણે આંતરિક મામલો છે.

આ પહેલા માર્ચમાં મળેલી બેઠકમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે દુનિયા આજે આતંકવાદની સમસ્યાથી ત્રસ્ત છે અને આતંકી સંગઠનોની ટેરર ફન્ડિંગ પર પ્રતિબંધ લાગવો જોઈએ. આ OICની મીટિંગમાં ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેના વિરોધ સ્વરૂપે પાકિસ્તાને આ સંમેલનનો બહિષ્કાર કર્યો અને તેમાં સામેલ નહોતું થયું.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...