Home /News /national-international /પુરૂષોની સરખામણીએ રોજગાર મેળવવામાં મહિલાઓ વધારે સક્ષમ, પરંતુ તકનો અભાવ: ઇન્ડિયા સ્કીલ્સ રીપોર્ટ

પુરૂષોની સરખામણીએ રોજગાર મેળવવામાં મહિલાઓ વધારે સક્ષમ, પરંતુ તકનો અભાવ: ઇન્ડિયા સ્કીલ્સ રીપોર્ટ

મહિલાઓ કરતા પુરૂષોને રોજગાર વધુ મળે છે.

Woman Employment: રીપોર્ટ અનુસાર, 2021 સુધીમાં 32 ટકાથી વધુ મહિલાઓ વર્કફોર્સમાં ભાગ લઇ રહી છે, મહિલાઓ કરતા પુરૂષોને રોજગાર વધુ મળે છે.

ઇન્ડિયા સ્કીલ્સ (India Skills Report)ના એક રીપોર્ટ અનુસાર પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં રોજગારી (Employable Women)ની ટકાવારી વધારે છે. લગભગ 55.44 ટકા સ્ત્રીઓને રોજગાર (Employment in India) મેળવવા માટે સક્ષમ ગણવામાં આવી હતી. જે પુરૂષો કરતા લગભગ 10 ટકા વધારે છે. મેલ સ્ટુડન્ટ્સમાં 45.97 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસે રોજગારી (Skills to be Employable in Men) મેળવવાની ક્ષમતાઓ છે.

સારી અને વધુ કુશળતા હોવા છતા મહિલાઓની સંખ્યા પુરૂષો કરતા ઓછી છે. રીપોર્ટ અનુસાર, 2021 સુધીમાં 32 ટકાથી વધુ મહિલાઓ વર્કફોર્સમાં ભાગ લઇ રહી છે, મહિલાઓ કરતા પુરૂષોને રોજગાર વધુ મળે છે.

ભારતમાં શું છે સ્થિતિ?

વિવિધ ભરતીઓમાં અપાતી પરીક્ષાના આંકડાઓ પરથી જોઇ શકાય છે કે તેમાં મોટા ભાગે મહિલા ઉમેદવારો હોય છે. ભારતમાં રોજગારી ક્ષમતા કારણે મહિલાઓ નોકરી મેળવી રહી છે. રીપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર, સંતુલન જાળવવા માટે વધુ મહિલાઓ ભારતના વિશાળ અને વિવિધતાસભર ટેલેન્ટ પૂલનો લાભ લેવા માટે વર્કફોર્સમાં પ્રવેશ કરશે.

ભારતનું વલણ આશાસ્પદ

રીપોર્ટમાં જણાવ્યા મુજબ, “યુનાઇટેડ નેશન્સ અનુસાર 36 ટકા જાતિય ભાગીદારીના કારણે સાઉથ અમેરિકા, એશિયા અને આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં 2 અબજથી વધારે મહિલાઓ ઇનફોર્મલ સેક્ટરમાં કામ કરે છે. ભારતમાં રોજગારી યોગ્ય યુવાન વસ્તી સાથે આ અવરોધક પરીબળો સમયસર ઉકેલાઇ શકશે. ભારતમાં મહિલાઓમાં ગુણવત્તાસભર શિક્ષણના વધારાના કારણે વિવિધ ઇન્ડસ્ટ્રી અને સેક્ટર્સમાં સમાન લિંગ ભાગીદારીનું વલણ આશાસ્પદ છે.”

આ રાજ્યોમાં મહિલાઓ માટે સૌથી વધુ તકો

ભારતમાં તેલંગણા, કર્ણાટક અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં મહિલાઓ માટે રોજગારીની સૌથી વધુ તકો છે. જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કેરળમાં સૌથી વધુ પુરૂષો માટે રોજગારીની તકો છે. બીજી તરફ બેંગલુરૂ, પુણે અને કોલકાતા મહિલા માટે રોજગારના ક્ષેત્રો બનવા તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો - અનોખું ગામ, કરોડપતિઓ પણ રહે છે કાચા મકાનમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો

મહિલઓમાં ઓછી રોજગારીનું કારણ

જ્યારે ટીયર-1 અને ટીયર-2 શહેરોમાં મહિલા સંસાધનોની ઉપલબ્ધતાની વાત આવે ત્યારે, ઉચ્ચ વિકસિત વિસ્તારોમાં સંસાધનોનું અસમાન વિતરણ દેશમાં ઘણી સ્ત્રીઓ માટે ઓછી રોજગારીનુ કારણ છે. સર્વેમાં બહાર આવ્યું છે કે, પૂણમાં રોજગારી ક્ષમતાનો સ્કોર સૌથી ઊંચો હતો, જેમાં 78.1 ટકા પુરૂષ કર્મચારીઓ હતા અને માત્ર 37.94 ટકા મહિલા કર્મચારીઓ હતી.

આ પણ વાંચો - નરાધમ પુત્ર! પહેલા દીકરાએ પિતાનો 40 લાખનો વીમો કરાવ્યો, પછી રકમ મેળવવા મિત્રો સાથે મળી કરી હત્યા

રોજગારી સંસાધનો સાથે ટોપ 10 શહેરોમાં કેરળ અને તમિલાનાડુના કેટલા શહેરોએ પણ જગ્યા મેળવી છે. આ વર્ષના મૂલ્યાંકન અનુસાર તમિલાનાડુમાં સૌથી ઓછી સંખ્યામાં મહિલા રોજગાર ક્ષમતા છે. પરંતુ પુરૂષોની રોજગારી ક્ષમતાનો હિસ્સો મોટો છે. જોકે, કેરળના વિવિધ શહેરોમાં આ બાબતમાં સુધારો આવી રહ્યો છે.
First published:

Tags: Employment, Reserch, ભારત, મહિલા

विज्ञापन