Covid-19 Vaccine: ભારતમાં ક્યારે મળશે કોરોનાની વેક્સીન? સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આપી માહિતી

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોવિડ-19 વેક્સીન આપવા માટે સમૂહોની પ્રાથમિકતા આ બે મુખ્ય વાતો પર નિર્ભર કરશે

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોવિડ-19 વેક્સીન આપવા માટે સમૂહોની પ્રાથમિકતા આ બે મુખ્ય વાતો પર નિર્ભર કરશે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી (Corona Pandemic)નો કહેર સતત ચાલુ છે. અત્યાર સુધી કોવિડના સંક્રમણના 71 લાખ કેસ થઈ ચૂક્યા છે. આ મહામારીનો સામનો કરવા માટે દુનિયાભરમાં વેક્સીન તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં કોરોના વેક્સીન (Corona Vaccine) ક્યાં સુધી આવશે? આ સવાલના જવાબની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr Harsh Vardhan)એ જણાવ્યું કે કોરોનાની વેક્સીન આવતા વર્ષની શરૂઆતમાં આવી શકે છે. તેના માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. કોરોનાની વેક્સીન પહેલા કોને આપવામાં આવશે, તેના માટે પણ એક્સપર્ટ ગ્રુપે રણનીતિ બનાવી લીધી છે.

    સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મીટિંગમાં આ વાતો જણાવી. તેઓએ કહ્યું કે, ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને એક વેક્સીન કે વેક્સીન નિર્માતા સમગ્ર દેશમાં વેક્સીનેશનની આવશ્યક્તાઓને પૂરી કરવામાં સક્ષમ નહીં હોય. તેથી અમે ભારતીય વસ્તી માટે તેની ઉપલબ્ધતા અનુસાર દેશમાં અનેક કોરોના વેક્સીનને રજૂ કરવાની વ્યવહારિતાનું આકલન કરવા માટે તૈયાર છે. એવું પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે સૌથી નબળ સમૂહ તેને પહેલા પ્રાપ્ત કરે.

    આ પણ વાંચો, Covid Vaccine Update: કોરોના વેક્સીનથી બીમાર પડ્યો શખ્સ, જૉનસન એન્ડ જૉનસને રોક્યું ટ્રાયલ

    ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, હાલમાં કોવિડ-19 વેક્સીન માનવ ક્લીનિકલ ટ્રાયલના પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં છે, જેન પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. કોરોના દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વેક્સીન ઇમરજન્સી પ્રયોગની મંજૂરી આપવા માટે પર્યાપ્ત સુરક્ષા અને પ્રભાવી આંકડાની જરૂર પડશે. આંકડાના આધારે જ આગળની કાર્યવાહી નિર્ભર કરશે.

    કયા આધાર પર નક્કી થશે પ્રાથમિકતા

    સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોવિડ-19 વેક્સીન આપવા માટે સમૂહોની પ્રાથમિકતા બે મુખ્ય વાતો પર નિર્ભર કરશે. પ્રોફેશનલ ખતરો અને સંક્રમણનું જોખમ, ગંભીર બીમારી હોવાનો ખતરો અને વધતા મૃત્યુ દરથી રોગીને વેક્સીન આપવામાં આવશે. આ મુદ્દે સરકાર કેવી રીતે કોવિડ-19 વેક્સીનને લાવવાની યોજના બનાવી રહી છે, તે મામલે તેણે કહ્યું કે આ વિચાર છે કે શરૂઆતમાં વેક્સીનની આપૂર્તિ સીમિત માત્રામાં ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો, Gold Price: 3 દિવસ બાદ સસ્તું થયું સોનું, અત્યાર સુધી કિંમતમાં આવી ચૂક્યો છે 5374 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો

    તેઓએ કહ્યું કે, ભારત જેવા મોટા દેશમાં પ્રાથમિકતાના આધાર પર વેક્સીનેશનની તૈયારી કરવી જરૂરી છે, ન કે એક લાઇનથી સૌને વેક્સીન લાગશે. હર્ષવર્ધને કહ્યું કે કોલ્ડ ચેન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી અન્ય ચીજો તેથી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે જેથી જ્યારે તેની જરૂર પડે તો કોઈ મુશ્કેલી ન આવે.
    Published by:Mrunal Bhojak
    First published: