Home /News /national-international /ભારતે શ્રીલંકાને 10 દિવસ પહેલા આપ્યા હતા હુમલાખોરોના નામ અને સરનામા

ભારતે શ્રીલંકાને 10 દિવસ પહેલા આપ્યા હતા હુમલાખોરોના નામ અને સરનામા

સીસીટીવીમાં કેદ થયેલો એક આત્મઘાતિ હુમલાખોર

એક ઇન્ટરવ્યૂમાં શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સ્વીકાર કર્યો હતો કે ભારતીય સુરક્ષા એજન્સીએ તરફથી ચેતવણી મળી હતી.

    કોલંબો : શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના આશરે 10 દિવસ પહેલા ભારતની જાસૂસી સંસ્થાએ શ્રીલંકાને એક એડ્વાઇઝરી મોકલીને સતર્ક કર્યું હતું. આ માર્ગદર્શિકામાં આતંકવાદની ઘટનાને અંજામ આપનાર લોકોનાં નામ અને સરનામાં જણાવવામાં આવ્યા હતા. ઇસ્ટરના દિવસે થયેલા આ હુમલામાં 359 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મામલે અત્યાર સુધી 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    એક અંગ્રેજી વેબ પોર્ટલે દાવો કર્યો છે કે ત્રણ પાનાની માર્ગદર્શિકામાં હુમલામાં સામેલ નેશનલ તૌહિદ જમાતનું નામ આપવામાં આવ્યું હતું, એટલું જ નહીં જે લોકો તેમા સામેલ હતા તેમનાં નામ, નંબર અને તેમના ભૂતકાળની માહિતી પણ આપવામાં આવે છે. આ દસ્તાવેજમાં 11મી એપ્રિલની તારીખ નોંધાયેલી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે આતંકીઓ ચર્ચો અને ઇન્ડિયન હાઇકમિશનને નિશાન બનાવવાના છે.

    એક ઇન્ટરવ્યૂમાં શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સ્વીકાર કર્યો હતો કે ભારતીય સુરક્ષા એજન્સીએ તરફથી ચેતવણી મળી હતી, પરંતુ આ સૂચનાને નીચે સુધી પહોંચાડવમાં આવી ન હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરિસેનાએ જણાવ્યું કે, તેમને માર્ગદર્શિકા વિશે કોઈ સૂચના મળી ન હતી. જ્યારે આ ઘટના બની ત્યારે સિરિસેના દેશ બહાર હતા.

    સંસદના નેતા તેમજ સરકારના મંત્રી લક્ષ્મણ કિરિએલાએ કહ્યું કે સૂચનાને જાણો જોઈને દબાવી દેવામાં આવી હતી, જેના કારણે એક બીજા પર રાજકીય આરોપ લગાવી શકાય.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ હજી સુધી આ પ્રકારના કોઈ પુરાવા નથી મળ્યા. પોલીસ અત્યાર સુધી આ મામલે 60 લોકોની ધરપકડ કરી ચુકી છે. આ સંખ્યા 100 સુધી પહોંચી શકે છે. તપાસમાં માલુમ પડ્યું છે કે આ હુમલામાં કુલ નવ જેટલા લોકો સામેલ હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Advisory, Easter, Sri lanka, આતંકવાદી હુમલો, ભારત

    विज्ञापन
    विज्ञापन