FB ડેટા લીકઃ ભારતે કેમ્બ્રિજ એનાલિટિકાને મોકલી નોટિસ

  • Share this:
    ભારતે ફેસબુક ડેટા લીક મામલે કડક પગલાં ભરતા યૂકે સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકાને એક નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે પૂછ્યું છે કે શું તેમણે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે અથવા ફેસબુક પર રજીસ્ટર થયેલા ભારતીયોની માહિતીનો અયોગ્ય ઉપયોગ કર્યો છે?

    કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં સરકારે કમ્બ્રિજ એનાલિટિકાને છ સવાલ કર્યા છે. સરકારે કંપનીને જવાબ આપવા માટે 31મી માર્ચ 2018 સુધીનો સમય આપ્યો છે. આ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે કેવી રીતે ડેટા ભેગો કરવામાં આવ્યો હતો. આ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ આ માટે યુઝર્સની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં?

    ભારત સરકારે કેમ્બ્રિજ એનાલિટિકાથી તેની સેવા લેનાર કંપનીઓના નામ પણ પૂછ્યા છે. નોટિસમાં એવું પણ પૂછવમાં આવ્યું છે કે શું કંપની ભારતીય ડેટાનો ઉપયોગ કરી રહી છે અને શું આ પ્રકારના ડેટાના આધારે કોઈ તારણો કાઢવામાં આવ્યા હતા?

    કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે તેણે ખોટી રીતે પાંચ કરોડથી વધારે ફેસબુક યુઝર્સનો ડેટા ચોરી લીધો હતો તેમજ તેનો ઉપયોગ અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. આ રિપોર્ટ જાહેર થયા બાદ અમેરિકા અને બ્રિટનની એજન્સીઓ કેમ્બ્રિજ એનાલિટિકાની તપાસ કરી રહી છે.

    આ પણ વાંચોઃ
    Published by:Vinod Zankhaliya
    First published: