Corona: ભારતમાં માત્ર 14 દિવસમાં 50 હજારથી વધુ કેસ, આવી રીતે વધી દર્દીઓની સંખ્યા

બેન્ચના સોલિસિટર જનરલે તે ખાનગી હોસ્પિટલોનું લિસ્ટ બનાવાનું કહ્યું છે જેમણે ચેરિટી ગ્રાઉન્ડ પર જમીન મુફ્તમાં મેળવી છે. અને એક સપ્તાહમાં આ રિપોર્ટ કોર્ટમાં સોંપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે તમારે આવી હોસ્પિટલો વિષે જાણકારી લેવી જોઇએ કે આ લોકો ચેરિટી ગ્રાઉન્ડ પર કામ શું કરે છે?

75 હજારથી એક લાખ પોઝિટિવ કેસ પહોંચવામાં ભારતને માત્ર 5 દિવસ લાગ્યા

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. બુધવારે કોવિડ-19 (Covid-19)ના 5611 નવા કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 140 દર્દીઓનાં મોત થયા છે. એવામાં સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1.06 લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થય મંત્રાલય (Health Ministry)થી મળતી જાણકારી મુજબ, માત્ર 14 દિવસમાં 50 હજારથી વધુ દર્દી સામે આવ્યા છે. જોકે, બીજા દેશોની તુલનામાં ભારતમાં મોતનો દર સારો છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, દેશમાં કોરોના વાયરસના 61,149 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 3303 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 42,297 લોકો સાજા થઈ ગયા છે. બીજી તરફ, એક વિદેશ પરત ફરી ચૂક્યો છે. ભારતમાં કોરોનાના 25 હજાર કેસ થવામાં 86 દિવસનો સમય લાગ્યો હતો. આગામી 11 દિવસમાં કેસ ડબલ થઈને 50 હજાર સુધી પહોંચી ગયા. ત્યારબાદના સપ્તાહમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ.

    75 હજારથી એક લાખ પોઝિટિવ કેસ પહોંચવામાં ભારતને માત્ર 5 દિવસ લાગ્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના 1 લાખ દર્દીઓમાંથી 15 હજાર દર્દી છેલ્લા 3 દિવસમાં જ સામે આવ્યા છે.


    લૉકડાઉનમાં છૂટથી વધી શકે છે કેસો

    લૉકડાઉનના ત્રીજા ચરણમાં પ્રવાસી શ્રમિકોને ગૃહ રાજ્ય જવાની છૂટ આપ્યા બાદ દેશમાં કોરોના સંક્રમણન કેસ ઝડપથી વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 17 મેના રોજ દેશમાં 4987 કેસ સામે આવ્યા હતા. તેના બીજા જ દિવસે કોરોનાના ગ્રાફમાં મોટો ઉછાળો જોવા મળ્યો. 18 મેના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 5242એ પહોંચી ગઈ. નવા કેસ સામે આવ્યા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 19મેની સવાર સુધી આ આંકડો એક લાખને પાર કરી જશે.

    આંકડા જોઈએ તો ભારતમાં કોરોનાના 100થી એક લાખ કેસ સુધી પહોંચવામાં 62 દિવસનો સમય લાગ્યો. એક લાખ કેસ પર ભારતનો ગ્રોથ રેટ 5.1 છે જે દુનિયામાં નીચેથી ચોથા સ્થાન પર છે.


    રિકવરી રેટ સતત વધી રહ્યો છે

    ભારતનો રિકવરી રેટ એટલે કે કુલ કન્ફર્મ કેસની સામે સાજા થનારા દર્દઓનો રેશિયો સતત સુધરી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ્યારે ભારતમાં કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ, ત્યારે રિકવરી રેટ 25 ટકાની આસપાસ હતો. હાલમાં તે 38.7 ટકા થઇ ગયો છે. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાનામાં કોવિડ-19નો રિકવરી રેટ 50 ટકાથી 63 ટકાની વચ્ચે છે. પંજાબ અને હરિયાણામાં રિકવરી રેટ 70 ટકાથી વધુ છે.


    મોતનો દર કેટલો છે?

    સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં અત્યાર સુધી પ્રતિ એક કલાકની વસ્તી પર કોવિડ-19ના મોતના લગભગ 0.2 કેસ આવ્યા છે, જ્યારે દુનિયાનો આંકડો 4.1 મૃત્યુ પ્રતિ લાખનો છે.

    આ પણ વાંચો, Airtelનો ધમાકેદાર પ્લાન, કોઈ વધારાનો ચાર્જ આપ્યા વગર મેળવો વધારાનો 6GB ડેટા

    આ પણ વાંચો, ચીનના વૈજ્ઞાનિકનો દાવો, વેક્સિન વગર ખતમ થઈ શકશે કોરોના વાયરસની મહામારી
    Published by:Mrunal Bhojak
    First published: