Home /News /national-international /ભારતની પાકિસ્તાન પાસે માંગ, કરતારપુર સાહિબ યાત્રા હોય વીઝા ફ્રી

ભારતની પાકિસ્તાન પાસે માંગ, કરતારપુર સાહિબ યાત્રા હોય વીઝા ફ્રી

ભારતે કરતારપુરની વીઝા ફ્રી યાત્રાની માંગ કરી. (તસવીર- યૂટ્યૂબ)

ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે રોજ 5000 તીર્થયાત્રીકોને દર્શન કરવાની મંજૂરી આપે

કરતારપુર સાહિબ યાત્રા પર ભારતે પાકિસ્તાનને વીઝા ફ્રી યાત્રાની માંગ કરી છે. અટારીમાં યોજાયેલી બેઠક બાદ ભારતીય ડેલિગેશને મીડિયાને જણાવ્યું કે ભારતે પાકિસ્તાનને કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓ માટે વીઝા વગર યાત્રા કરવાની માંગ કરી છે. સાથોસાથ ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ રોજના 5000 તીર્થયાત્રીઓને દર્શન કરવા માટે મંજૂરી આપે. મોટા અને મહત્વપૂર્ણ અવસરે 10000 તીર્થયાત્રીકોને કરતારપુર સાહિબ જવાની મંજૂરી મળે.

આપને જણાવીએ ગુરુદ્વારા કરતારપુર સાહિબ માટે કોરિડોર તૈયાર કરવા માટે ગુરુવારે અટારીમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહેલી સચિવ સ્તરીય બેઠક થઈ. ત્યારબાદ અધિકારીઓએ જણાવ્યું કે કોરિડોરના એગ્રીમેન્ટમાં સામેલ વિભિન્ન મુદ્દાઓ પર બંને દેશ મળીને કાક કરવા માટે તૈયાર છે. બેઠકમાં કોરિડોર ટેકનીકલ પોઇન્ટ ઉપર પણ ચર્ચા થઈ. આ મુદ્દે બીજી બેઠક 2 એપ્રિલે વાઘામાં થશે.

 આ મુદ્દે બંને દેશોની બેઠક પહેલા પાકિસ્તાને ભારતને 59 પાનાનો એક દસ્તાવેજ મોકલ્યો હતો. જેમાં પાકિસ્તાન તરફથી 14 ભલામણો કરવામાં આવી છે. પાકિસ્તાને કહ્યું છે કે કોરિડોરને મુખ્ય હેતુ કરતારપુરમાં ભારતીય તીર્થયાત્રીઓ માટે વીઝા મફત યાત્રાની સુવિધા આપવાની છે. તેના માટે બંને પક્ષોએ (ભારત તથા પાકિસ્તાન) સક્રિય થવું જોઈએ. જો ભારત આ ભલામણો પર રાજી થઈ જાય છે તો આ સમજૂતી લાગી થઈ જશે.
First published:

Tags: Kartarpur Corridor, Kartarpur Sahib, પાકિસ્તાન, ભારત