દેશની સુરક્ષા છે સૌથી ઉપર, મોદી ફરીથી બનશે PM: રક્ષા મંત્રી

ન્યૂઝ18ના ઇવેન્ટ એજન્ડા ઈન્ડિયામાં નિર્મલા સીતારમણ

રક્ષા મંત્રીએ કહ્યું કે, વિપક્ષને રાફેલમાં ભ્રષ્ટાચારના કોઈ પુરાવા ન મળ્યા તો ચોકીદાર ચોરનો પ્રોપાગેન્ડ ફેલાવવામાં આવ્યો

 • Share this:
  રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે દેશ સૌથી ઉપર છે. તેઓએ કહ્યું કે બાલાકોટની એરસ્ટ્રાઇક અને લોકસભા ચૂંટણીનો કોઈ સંબંધ નથી. જોકે, સારો નિર્ણય લેવાનો શ્રેય બીજેપીને જરૂર જાય છે. ન્યૂઝ18 નેટવર્કના એજન્ડા ઈન્ડિયા કોનક્લેવમાં બોલતા સીતારમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે શરણસ્થળ બની ચૂક્યું છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીને લઈને રક્ષા મંત્રીએ વિશ્વાસ સાથે કહ્યું કે, નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે.

  રક્ષા મંત્રીએ કહ્યું કે, અમે આ વાત કોઈ ડર વગર કહી રહ્યા છીએ કે એક પડોસી છે જે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. સીમા પાર જેવા શબ્દોનો પ્રયોગ કરવાને બદલે અમે તેનું નામ લઈ રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ચાલે છે અને અમે તેને વેશ્વિક સ્તરે એકલું પાડવા માટે પ્રયત્નશીલ છીએ. પાકિસ્તાન એક બિન જવાબદાર દેશ છે જે કાયદો તોડતો રહે છે.

  આ પણ વાંચો, પશ્ચિમ બંગાળમાં અડધીથી વધુ સીટો બીજેપી જીતશે, અમેઠીમાં રાહુલનું જીતવું મુશ્કેલ: અમિત શાહ

  સીતારમણે એમ પણ કહ્યું કે બીજેપી નેતાઓ દ્વારા સારા નિર્ણય લેવાનો શ્રેય ખોટો નથી. પોતાના સંબોધન દરમિયાન તેઓએ રાફેલ ડીલ તથા ન્યાય સ્કીમને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, જ્યારે વિપક્ષને રાફેલમાં ભ્રષ્ટાચારના કોઈ પુરાવા ન મળ્યા તો ચોકીદાર ચોરનો પ્રોપાગેન્ડ ફેલાવવામાં આવ્યો. કોંગ્રેસે પહેલા કહ્યું હતું કે ગરીબી હટાવો અને નિષ્ફળ થઈ ગયા. તેમણે હજુ સુધી ગરીબી નથી હટાવી. જો તેઓએ આવું કર્યું હોત તો આજે ન્યાયની જરૂર ન ઊભી થતી.

  આ પણ વાંચો, Agenda India: જ્યારે નિર્મલા સીતારમણની સામે ચોધાર આંસુએ રડી પડી શહીદની માતા
  Published by:Mrunal Bhojak
  First published: