પેન્શન સુવિધા મામલે ભારતની સ્થિતિ ખુબ ખરાબ, 34 દેશના લીસ્ટમાં મળ્યો 33મો નંબર

News18 Gujarati
Updated: October 23, 2018, 6:26 PM IST
પેન્શન સુવિધા મામલે ભારતની સ્થિતિ ખુબ ખરાબ, 34 દેશના લીસ્ટમાં મળ્યો 33મો નંબર
મેલબર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ અનુસાર, દુનિયાભરની સરકાર સામે ઘરડા લોકોની આબાદી પડકાર બની ગઈ છે.

મેલબર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ અનુસાર, દુનિયાભરની સરકાર સામે ઘરડા લોકોની આબાદી પડકાર બની ગઈ છે.

  • Share this:
સેવાનિવૃત બાદ આવક પ્રણાલીને લઈ સારી સુવિધાના મામલે ભારતની પરિસ્થિતિ ખુબ ખરાબ છે. એક વૈશ્વિક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં ભારતનું સ્થાન છેલ્લેથી બીજે છે. 34 દેશની 34 પેન્શન યોજનાઓના અભ્યાસ બાદ આ સામે આવ્યું છે.

મેલબર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ અનુસાર, દુનિયાભરની સરકાર સામે ઘરડા લોકોની આબાદી પડકાર બની ગઈ છે. સામે નીતિઓ બનાવનારા પોતાના સેવાનિવૃત કર્મચારીઓને આર્થિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના મામલે સંઘર્ષ કરી રહ્યા છે.

એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાના સેવાનિવૃત લોકોની આવક પ્રણાલીને મજબૂત કરવાની દિશામાં ધીમુ પરંતુ સ્થિર પગલા ભરી રહ્યું છે. જોકે, તો પણ 34 દેશના લીસ્ટમાં ભારતનું સ્થાન 33મા નંબર પર છે. ગ્રુપ ડીમાં તેની સાથે જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, મેક્સિકો અને અર્જેન્ટીના છે.

ઈન્ડેક્સે 40થી વધુ નિર્દેશકો વિરુદ્ધ 34 દેશની સેવાનિવૃત આવક પ્રણાલીને માપવા માટે ત્રણ ઉપ-ઈન્ડેક્સ પર્યાપ્ત, સ્થાયિત્વ અને અખંડતાનો ઉપયોગ કરવામાં આવ્યો.

નેધરલેન્ડ, ડેનમાર્કની ભવિષ્ય માટે શાનદાર તૈયારી
આ લીસ્ટમાં 80.3 પોઈન્ટ સાથે નેધરલેન્ડ અને 80.2 પોઈન્ટ સાથે ડેનમાર્ક પહેલા અને બીજા સ્થાન પર છે. બંને દેશ એ-શ્રેણીની શાનદાર સુવિધાઓ વિશ્વ સ્તરે સેવાનિવૃત આવક પ્રણાલી સાથે ઉપલ્બ્ધ કરાવે છે. આ ભવિષ્યમાં વૃદ્ધ થતા લોકોની આબાદી માટે તેમની તૈયારીને જુએ છે.
First published: October 23, 2018
વધુ વાંચો
अगली ख़बर