Home /News /national-international /તહેવારો પર જ કોરોનાના નવા વેરિઅન્ટની દસ્તક, પુણેમાં મળ્યો ઓમિક્રોન સબ વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ

તહેવારો પર જ કોરોનાના નવા વેરિઅન્ટની દસ્તક, પુણેમાં મળ્યો ઓમિક્રોન સબ વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ

દિવાળી ટાંકણે જ કોરોનાની દસ્તક

Covid-19 case: વાળી પહેલા કોરોનાએ પોતાનું ઘાતકી સ્વરૂપ બતાવ્યું છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના એક અન્ય જોખમકારક વેરિઅન્ટે હવે ભારતમાં પગ પસેરો કરી દીધો છે. પુણેમાં સોમવારે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે સોમવારે કહ્યું કે ભારતમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ પુણેના રહેવાસી એક વ્યક્તિમાં જોવા મળ્યો છે.

વધુ જુઓ ...
    પુણે. દિવાળી પહેલા કોરોનાએ પોતાનું ઘાતકી સ્વરૂપ બતાવ્યું છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના એક અન્ય જોખમકારક વેરિઅન્ટે હવે ભારતમાં પગ પસેરો કરી દીધો છે. પુણેમાં સોમવારે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે સોમવારે કહ્યું કે ભારતમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ પુણેના રહેવાસી એક વ્યક્તિમાં જોવા મળ્યો છે. પુણેમાં મળી આવેલ ઓમિક્રોન સબ વેરિઅન્ટ BQ.1 કેસ, દેશનો પહેલો કેસ છે.

    હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, BQ.1 અને BQ.1.1, ઓમિક્રોનના BA.5 વેરિઅન્ટથી ઉદભવેલા બે સબ-વેરિઅન્ટ્સ છે. આ બંને ઘણા ઘાતકી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કેમ કે, તે કોવિડ-19 વિરુદ્ધ ઈમ્યુનિટીને પણ છેતરી શકે છે. અમેરિકામાં કોરોનાનાં જેટલા પણ એક્ટિવ કેસ છે, તેમાંથી 10% લોકો માત્ર આ સબ વેરિઅન્ટ્સથી સંક્રમિત થયા છે.

    આ પણ વાંચોઃ એક અનોખુ ગામ જ્યાં 108 વર્ષમાં એકપણ FIR નથી નોંધાઈ, લોકોએ પોલીસ સ્ટેશન પણ નથી જોયું

    મહારાષ્ટ્રમાં સ્ટેટ સર્વેલન્સ ઓફિસર પ્રદીપ અવટેએ જણાવ્યું હતું કે, હાઈ રિસ્કવાળા દર્દીઓએ વધારે સાવધાની રાખવાની જરૂર છે. આવટેએ કહ્યું કે અત્યારે કેસમાં વધારો થાણે, રાયગઢ અને મુંબઈ સુધી સીમિત છે. જો કે, તેમને કહ્યું કે તહેવારની સિઝન દરમિયાન કેસ વધી શકે છે. તેથી હાઈ રિસ્કવાળા દર્દીઓએ સાવધાનીઓનું પાલન કરવું જરૂરી છે. ફ્લૂ જેવા લક્ષણોને અવગણશો નહીં. શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લો. જાહેર સ્થળોએ કોવિડના નિયમોનું પાલન કરવું.

    દેશમાં કોરોના વાયરસના કેસ


    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,542 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4,46,32,430, થઈ ગઈ છે. છેલ્લા છ મહિનામાં નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સમયગાળા દરમિયાન સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1919 નોંધાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડાના અનુસાર, એક્ટિલ કેસ એટલે કે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 26,449 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.06 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 385નો ઘટાડો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિડ-19માંથી રાષ્ટ્રીય રિકવરી રેટ 98.75 ટકા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ccoronavirus, Covid 19 cases, Pune

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन