વેક્સિન પાસપોર્ટ(Vaccine Passport)ના નિયમો 1 જુલાઇથી લાગુ થશે. યુરોપના રસી પાસપોર્ટ અથવા ગ્રીન પાસપોર્ટમાં ફક્ત 4 રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ફાઇઝર, મોડર્ના, જહોનસન અને જહોનસન અને એસ્ટ્રાઝેનેકાની રસીનો સમાવેશ થાય છે.
વેક્સિન પાસપોર્ટ(Vaccine Passport)ના નિયમો 1 જુલાઇથી લાગુ થશે. યુરોપના રસી પાસપોર્ટ અથવા ગ્રીન પાસપોર્ટમાં ફક્ત 4 રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ફાઇઝર, મોડર્ના, જહોનસન અને જહોનસન અને એસ્ટ્રાઝેનેકાની રસીનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: ભારત સરકારે યુરોપિયન યુનિયન(European Union)ના સભ્ય દેશોને વેક્સિન પાસપોર્ટ યોજનામાં કોવિશીલ્ડ અને કોવેક્સીનને મુક્તિ આપવા વિનંતી કરી છે. રસી પાસપોર્ટનો નિયમ 1 જુલાઇથી લાગુ થશે. યુરોપના વેક્સિન પાસપોર્ટ અથવા ગ્રીન પાસપોર્ટમાં ફક્ત 4 રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ફાઇઝર, મોડર્ના, જહોનસન અને જહોનસન અને એસ્ટ્રાઝેનેકાની રસી શામેલ છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદારપૂનાવાલાએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, એક મહિનામાં કોવિશિલ્ડને મંજૂરી મળી જશે. મહત્વનું છે કે, યુરોપિયન યુનિયનના દેશોમાં, રસીકરણ ફક્ત વેક્સિન પાસપોર્ટ યોજનામાં શામેલ રસીથી જ માન્યતા મળી રહી છે. જો કે, જો સદસ્ય દેશો ઇચ્છતા હોય, તો તેઓ એક અલગ નિર્ણય પણ લઈ શકે છે.
પૂનાવાલાએ કર્યું હતું ટ્વીટ
બે દિવસ પહેલા પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું, 'મને ખબર પડી કે કોવિશિલ્ડ લીધેલા ઘણા ભારતીયોને યુરોપિયન યુનિયનની મુસાફરી અંગે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું દરેકને ખાતરી આપું છું કે, મેં આને ઉચ્ચ સ્તરે લીધું છે અને આશા રાખું છું કે, આ મામલો ટૂંક સમયમાં નિયમનકારી અને રાજદ્વારી કક્ષાએ ઉકેલી લેવામાં આવશે.
આ પછી ન્યૂઝ 18 એ જાણ કરી હતી કે, યુરોપિયન મેડિસીન્સ એજન્સી (ઇએમએ) સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસી કોવિશિલ્ડના ઉત્પાદનને મંજૂરી આપતા પહેલા મેન્યુફેક્ચરિંગ સાઇટનું મૂલ્યાંકન કરશે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીની મંજૂરીનો અર્થ એ નથી કે કોવિશિલ્ડને પણ મંજૂરી મળી ગઈ છે.
ઇએમએના પ્રેસ ઓફિસર Violeta Pashovaએ ન્યૂઝ 18 ને લેખિત જવાબમાં કહ્યું, એસ્ટ્રાઝેનેકાની એકમાત્ર રસી એપ્લિકેશનનું EMA દ્વારા માર્કેટિંગ અધિકૃતતા માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તે વક્ષઝેવરિયા છે. જો કોવિશિલ્ડ વેક્સ્ઝેવરિયાની એનાલોગ ઉત્પાદન ટેકનિકનો ઉપયોગ કરે છે, તો પણ તે EUના ધોરણો મુજબ માન્ય નથી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર