ચીનના સૈનિકો સાથે ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોના નામ સામે આવ્યા, દેશને તેમના પર ગર્વ

News18 Gujarati
Updated: June 17, 2020, 3:39 PM IST
ચીનના સૈનિકો સાથે ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોના નામ સામે આવ્યા, દેશને તેમના પર ગર્વ
ભારતના 20 સૈનિક શહીદ થયા.

ભારત (India) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે, જ્યારે ચીન તરફથી 45 લોકો ગંભીર રીતે હતાહત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 • Share this:
નવી દિલ્હી : લદાખ સરહદ (LAC Ladakh) પર ભારત અને ચીનના સૈનિકો (India China Conflict) વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. જ્યારે ચીનના 45 સૈનિક ગંભીર રીતે હતાહત થયા છે. લદાખમાં થયેલા ઘર્ષણ બાદ બંને દેશ વચ્ચે તણાવ છે. આ દરમિયાન ભારતીય સૈન્ય તરફથી શહીદ થયેલા સૈનિકોની યાદી જાહેર કરવામાં આવી છે.

લદાખ સરહદ પર ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં શહીદી વહોરનાર લોકોમાં કર્નલ સંતોષ બાબૂ અને 19 જવાનનો સમાવેશ થાય છે. જેમાં નાયબ સૂબેદાર સતનામ સિંહ અને મનદીપ સિંહ સહિત બિહાર રેજિમેન્ટના 13, પંજાબ રેજિમેન્ટના ત્રણ, 81 એમપીએસસી રેજિમેન્ટના એક અને 81 ફીલ્ડ રેજિમેન્ટના એક જવાનનો સમાવેશ થાય છે.

ચીન સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોના નામ :

બિહાર રેજિમેન્ટ 

 • કર્નલ બી સંતોષ બાબૂ
 • નાયબ સુબેદાર સતનામ સિંહ

 • નાયબ સુબેદાર મનદીપ સિંહ

 • નાયબ સુબેદાર નંદૂ રામ સોરેન

 • સિપાહી કુંદન કુમાર

 • સિપાહી અમન કુમાર

 • સિપાહી ચંદન કુમાર

 • સિપાહી ગણેશ હજદા

 • સિપાહી ગણેશ રામ

 • સિપાહી કે કે ઓઝા

 • સિપાહી રાજેશ ઓરાવ

 • સિપાહી સીકે પ્રધાન

 • સિપાહી સુનિલ કુમાર

 • સિપાહી જય કિશોર સિંહ


81 એમપીએસસી રેજિમેન્ટ

 • હવાલદાર સિપાહી બિપુલ રૉય


પંજાબ રેજિમેન્ટ

 • સિપાહી ગુરતેજ સિંહ

 • સિપાહી અંકુશ

 • સિપાહી ગુરવિંદર સિંહ


81 ફિલ્ડ રેજિમેન્ટ

 • હવાલદાર કે પલાનીનોંધનીય છે કે ભારતીય સેના પ્રમાણે ચીનના સૈનિકો સાથે 15-16 જૂનના રાત્રે અથડામણ થઈ હતી. ભારતીય સૈનિકોનું દળ કમાન્ડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂના વડપણમાં ચીની કેમ્પમાં ગયું હતું. ભારતીય દળ કોઈ હથિયાર વગર જ ગયું હતું. આ દરમિયાન ચીનના સૈનિકોએ હુમલો કરી દીધો હતો. પથ્થર, કાંટાળા તાર, લોખંડના રોડ વગેરેથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ કમાન્ડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂ અને બે અન્ય જવાન ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા હતા. જ્યારે મંગળવારે રાત્રે 20 સૈનિકો શહીદ થયાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો :  અમદાવાદમાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો હોસ્ટેલ પાસે ઝાડ પર લટકીને આપઘાત
First published: June 17, 2020, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading