પાક.નો દાવો પાયાવિહોણો, આતંકીઓને હુમલો કરવાનો આપી રહ્યું છે સંકેત: ભારત

પ્રતીકાત્મક તસવીર

એમઈએ અનુસાર, પાકિસ્તાન એવું કૃત્ય પોતાના દેશના આતંકવાદીઓને ભારતમાં એક આતંકી હુમલા કરવાનો સંદેશ આપવા માટે કરી રહ્યું છે

 • Share this:
  ભારતે રવિવાર સાંજે પાકિસ્તાનના એ દાવોઓથી ઇન્કાર કર્યો કે જેમાં તેણે ભારત તરફથી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વિદેશ મંત્રાલયના હવાલાથી આ જાણકારી આપી છે. એજન્સી અનુસાર, ભારતે તેના પર કહ્યું કે પાકિસ્તાન ક્ષેત્રમાં યુદ્ધનો ડર ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન આવું કૃત્ય પોતાના દેશના આતંકવાદીઓને ભારતમાં એક આતંકી હુમલો કરવાનો સંદેશ આપવા માટે કરી રહ્યું છે. પાકિસ્તાનને આવું નિવેદન આપવાને બદલે પોતાના દેશના સક્રિય આતંકવાદીઓ વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવાની જરૂર છે.

  આ પહેલા મુલ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, વિશ્વાસપાત્ર સૂત્રો મુજબ ભારત વધુ એક વાર હુમલો કરવા તૈયાર છે. જીયો ન્યૂઝ અનુસાર કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાનની વિરુદ્ધ ભારત 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે હુમલો કરી શકે છે. અમારી પાસે હાલ જે વિશ્વાસપાત્ર ઇન્ટેલિજન્સ જાણકારી છે, તે મુજબ પાકિસ્તાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે, પુલવામા જેવી એક નવી ઘટના ભારત દ્વારા પાકિસ્તાન પર ડિપ્લોમેટિક દબાણ વધારવા માટે (પ્લાન્ડ) હોઈ શકે છે.

  આ પણ વાંચો, પાકિસ્તાનના વિદેશ મંત્રી બોલ્યા - ભારત ફરી કરી શકે છે હુમલો, તારીખ પણ જણાવી

  કુરૈશીએ કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે ચર્ચા વિચારણા બાદ અમે પાકિસ્તાનના લોકોની સાથોસાથ આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથે પણ આ જાણકારીને પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રને જાણકારી આપવી અમારી નીતિ છે.

  કુરૈશી મુજબ, હાલ યુદ્ધની કોઈ આશંકા નથી. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ રાખવામાં પોતાની ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યું. કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ પાંચ સ્થાયી સભ્ય દેશો (ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટેન અને અમેરિકા)ને ભારતના પ્રયાસો વિશે જાણકારી આપી છે.
  Published by:Mrunal Bhojak
  First published: