ભારતમાં કોરોનાએ ચિંતા વધારી, અઠવાડિયામાં 61 હજાર કેસ, શું ફરીથી લૉકડાઉન લાગશે?

News18 Gujarati
Updated: June 6, 2020, 8:17 AM IST
ભારતમાં કોરોનાએ ચિંતા વધારી, અઠવાડિયામાં 61 હજાર કેસ, શું ફરીથી લૉકડાઉન લાગશે?
પ્રતિકાત્મક તસવીર

ફોર્ટિસ હૉસ્પિટલના ડૉક્ટર વિકાસ મૌર્યએ કહ્યુ, 'જ્યારે તબક્કાવાર લૉકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે, પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સ્થિતિ કાબૂ બહાર ન જતી રહે, આવું થશે તો ફરીથી લૉકડાઉન લાગૂ કરવું પડશે.'

  • Share this:
નવી દિલ્હી : દેશમાં અનેક ક્ષેત્ર ખોલી દેવામાં આવ્યા બાદ કોરોના ચેપ (Corona Positive Cases)ના કેસ વધી રહ્યા છે. ગત એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના 61 હજાર જેટલા કેસ વધી ગયા છે. જે બાદમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો (Health Experts) માની રહ્યા છે કે જો હાલત કાબૂમાં નહીં આવે તો ફરીથી લૉકડાઉન (Lockdown) લગાવવું પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં રૉકોર્ડ 9,851 કેસ સામે આવ્યા છે, જ્યારે 273 લોકોનાં મૃત્યું થયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,26,770 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુંનો આંકડો 6,348 પર પહોંચી ગયો છે. સતત ત્રીજા દિવસે કેસમાં સૌથી વધારો નોંધાયો છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર પર અમુક આંકડા જાહેર કર્યાં છે. જે પ્રમાણે સ્પેન, જર્મની, ઇટાલી અને બ્રિટન સહિતના મોટાભાગના દેશોએ લૉકડાઉનમાં ત્યારે છૂટ આપી હતી જ્યારે કોવિડ-19નો ગ્રાફ સમતલ થઈ ગયો હતો અથવા નીચે જવા લાગ્યો હતો. ભારતમાં કોવિડ-19નો ગ્રાફ લૉકડાઉન દરમિયાન સતત વધતો રહ્યો છે. 31મી મેના રોજ પૂર્ણ થયેલા લૉકડાઉન 4.0 અને ત્યાર પછી સંક્રમણના કેસની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં 21મી જૂનથી વિધિવત રીતે ચોમાસાનું થશે આગમન

સાતમા નંબર પર પહોંચ્યું ભારત

હાલ સંક્રમણના કેસમાં ભારત દુનિયાના સાતમાં નંબર પર પહોંચી ગયું છે. ભારત પહેલા અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન અને ઇટાલી આવે છે. શાલીમાર સ્થિત ફોર્ટિસ હૉસ્પિટલના ફેંફસા રોગ વિભાગના નિર્દેશક ડૉક્ટર વિકાસ મૌર્યએ કહ્યું કે, "જ્યારે તબક્કાઓમાં લૉકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે. લૉકડાઉનનો ઉપયોગ મહામારી સામે લડવા અને તેના પ્રકોપને રોકવા માટે કરવામાં આવે છે. જ્યારે તબક્કાવાર લૉકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે, પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સ્થિતિ કાબૂ બહાર ન જતી રહે, આવું થશે તો ફરીથી લૉકડાઉન લાગૂ કરવું પડશે."

ડૉક્ટરે અરવિંદે આપી સલાહજાણીતા ફેંફસા રોગ નિષ્ણાત ડૉક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, એ વાતની ખાતરી કરવી રહી કે લોકો સ્વયઃ લૉકડાઉનનું પાલન કરે. આ ઉપરાંત ચાર મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનો અમલ કરે. જેમાં જરૂર ન હોય તો બહાર ન નીકળવું, હંમેશા માસ્ક પહેરીને રાખવું, બીજા લોકોથી અંતર બનાવીને રાખવું અને હાથને સતત ધોતા રહેવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, 'હાલ એવી હાલત નથી કે ફરીથી લૉકડાઉન લગાવવું પડે, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જશે તો ચોક્કસ ફરીથી લૉકડાઉન લગાવવું પડશે.'

આ પણ વાંચો :  રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે, જાણો- પુસ્તક ક્યારે મળશે? કેવી રીતે ભણાવાશે?

ધર્મસ્થળો અને મૉલ્સને ખોલવાની મંજૂરી આપવી એ ઉતાવળભર્યું પગલું

સર ગંગા રામ હૉસ્પિટલ સાથે જોડાયેલા ડૉક્ટરે કુમારે એ વાત પર પણ ભાર આપ્યો કે ધર્મસ્થળો અને મૉલ્સને ખોલવાની મંજૂરી આપી દેવી તે ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય છે. કારણ કે એવું નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે કે લોકો નિયમોનો ભંગ નથી કરતા. ફૉર્ટિસ હૉસ્પિટલ, વસંત કુંજ ફેંફસાના રોગ વિભાગના નિર્દેશક ડૉક્ટર વિવેક નાંગિયાએ કહ્યું કે, સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે મૉલ્સ અને ધર્મસ્થળોને આ તબક્કે ખોલી દેવાનું થોડી ઉતાવળ કહેવાશે, કારણ કે લોકો એકઠા થવાનું શરૂ કરશે અને સ્થિતિ કાબૂ બહાર જશે.
First published: June 6, 2020, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading