દેશમાં કોરોનાનો સૌથી મોટો હુમલો, 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ, 802 લોકોનાં મોત

દેશમાં કોરોનાનો સૌથી મોટો હુમલો, 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ, 802 લોકોનાં મોત
તસવીર: Shutterstock

Coronavirus Second Wave Latest Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 12 રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં 24 કલાકની અંદર જ કોરોના વાયરસના નવા 1 લાખ 31 હજાર 787 પૉઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન 802 દર્દીએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ સમયગાળા દરમિયાન 59,258 લોકો સાજા થયા છે. આ પહેલા એક દિવસમાં 1 લાખ 26 હજાર 265 લોકો સંક્રમિત થયા હતા.

  આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1.29 કરોડથી વધારે થઈ ગઈ છે. જ્યારે 1.18 કરોડ લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી 1.66 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 9 લાખ 5 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 91.67 ટકા થયો છે. જ્યારે સક્રિય કેસનું પ્રમાણ 7.04 ટકા થયું છે. કોરોનાથી ડેથ રેટ ઘટીને 1.29 ટકા થયો છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 12 એવા રાજ્ય છે જ્યાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને સંક્રમણને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેરળ શામેલ છે. ગુરુવારે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની સલાહ આપી હતી. સાથે જ કહ્યુ કે લોકોને જાગૃત કરવા જારૂરી છે.

  આ પણ વાંચો: વાપી: લગ્ન પ્રસંગ માટે લવાયેલો પાંચ લાખનો વિદેશી દારૂ મળ્યો, ત્રણ જાણીતા વેપારીની ધરપકડ

  કોરોના પ્રભાવિત રાજ્યોની હાલત:

  મહારાષ્ટ્ર: ગુરુવારે મહારાષ્ટ્રમાં 56,286 નવા કેસ નોંધાયા છે, જ્યારે 36,130 દર્દી સાજા થયા છે. આ દરમિયાન 376 લોકોનાં મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધી 32.29 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 26.49 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 57,028 લોકોનાં મોત થયા છે. હાલ 5.21 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

  દિલ્હી: દિલ્હીમાં ગુરુવારે 7,437 નવા કેસ નોંધાયા છે. આ સાથે 3.363 લોકો સાજા થયા છે. દિલ્હીમાં 24 કલાકમાં 42 લોકોનાં મોત થાય છે. દિલ્હીમાં અત્યારસુધી કુલ 6.98 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 6.98 લાખ લોકો સાજા થયા છે. કુલ 11,175 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. હાલ 23,181 લોકોની સારવાર ચાલી રહી છે.

  આ પણ વાંચો: બનાસકાંઠા: બાઇકનો એક હપ્તો ચડી જતા ફાઇનાન્સના માણસોએ માલિકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ

  ગુજરાત: ગુરુવારે 4,021 દર્દી નોંધાયા છે, જ્યારે 2,197 સાજા થાય છે. આ દરમિયાન 35 લોકોનાં મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધી 3.32 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેમાંથી 3.07 લાખ લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ 4,655 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. હાલ 20,473 લોકોની સારવાર ચાલી રહી છે.

  પંજાબ: પંજાબમાં ગુરુવારે કોરોનાના 3,119 કેસ નોંધાયા છે, જ્યારે 2,480 લોકો સાજા થયા છે. આ દરમિયાન 56 લોકોનાં મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધી 2.63 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે, જેમાંથી 2.29 લાખ લોકો સાજા થયા છે. પંજાબમં કોરોનાથી અત્યારસુધી કુલ 7,334 લોકોનાં મોત થયા છે. હાલ 26,389 લોકોની સારવાર ચાલી રહી છે.

  આ પણ વાંચો: રાજકોટ: 2500 રૂપિયા આપો અને પત્રકાર બનો! પત્રકાર બની તોડ કરવા ગયેલા 6 આરોપી ઝડપાયા


  દુનિયામાં કોરોનાની સ્થિતિ:

  ફક્ત ભારતમાં જ નહીં, આખી દુનિયામાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. વર્લ્ડોમીટર વેબસાઇટના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 લાખ 15 હજાર 79 નવા કેસ સામે આવ્યા છે. જે બાદમાં કુલ પૉઝિટિવ સંખ્યા વધીને 13 કરોડ 44 લાખ 80 હજાર 582 થઈ ગઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 75, 916 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ કેસની સંખ્યા વધીને 3 કરોડ 17 લાખ 13 હજાર 159 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 951 લોકોનાં મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મોતની સંખ્યા વધીને 5 લાખ 73 હજાર 799 થઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 09, 2021, 08:22 am

  ટૉપ ન્યૂઝ