Home /News /national-international /ભારતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,15,736 નવા કેસ નોંધાયા, 630 લોકોનાં મોત

ભારતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,15,736 નવા કેસ નોંધાયા, 630 લોકોનાં મોત

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 86, 29,022 દર્દીઓને રસી આપવામાં આવી છે જે પ્રથમ ડોઝ છે જ્યારે 12,53,033 દર્દીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,49,507 દર્દીઓને રસી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવે આ સ્થિતિને સ્વાસ્થ્ય કટોકટી કહેવામાં સહેજ પણ સંકોચ નથી. ફાઇલ તસવીર.

દેશમાં કોરોના વાયરસને પગલે 24 કલાકમાં 630 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ મોતનું પ્રમાણ 1.3% છે.

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) ખરેખર ખતરનાક સાબિત થઈ રહી છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Heath ministry) તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે આ વાત સાચી સાબિત કરે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના 1,15,736 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં નોંધાયેલા આ સર્વાધિક કેસ છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસને પગલે 24 કલાકમાં 630 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ મોતનું પ્રમાણ 1.3% છે.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 8,43,473 એક્ટિવ કેસ છે. દેશમાં સાજા થવાનો દર 92.1 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 59,856 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,28,01,785 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 1,17,92,135 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી 8.7 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો

આજની હાઇલાઇટ્સ:

>> 24 કલાકમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 55.2 હજારનો વધારો.
>> સક્રિય કેસમાં ઝડપથી વધારો. દેશમાં અત્યારસુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે નવા કેસ.
>> દુનિયામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસમાં ભારત પ્રથમ નંબર પર.
>> એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ચોથા નંબર પર પહોંચ્યું.
>> બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 4.2 હજાર નવા મોત.
>> મહારાષ્ટ્રમાં 55.5 હજાર, છત્તીસગઢમાં 9.9 હજાર, કર્ણાટકમાં 6.2 હજાર નવા કેસ નોંધાયા.
>> મહારાષ્ટરમાં વધુ 297 મોત, પંજાબમાં 61 અને છત્તીસગઢમાં 53 લોકોનાં મોત.
>> 17 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક હજારથી વધારે નવા કેસ નોંધાયા.
>> 15 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 10 હજાર કરતા વધારે એક્ટિવ કેસ

આ પણ વાંચો:  COVID-19 Lockdown: WHOનાં મુખ્ય વૈજ્ઞાનિકે લૉકડાઉન પર ચેતવ્યાં, કહ્યું- 'આના પરિણામ ભયાનક છે'



ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3,280 નવા કેસ નોંધાયા

મંગળવારે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના (Gujarat Coronavirus) રેકોર્ડબ્રેક 3,280 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં કુલ 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. આ આંધીમાં અમદાવાદ અને સુરતમાં નવા કેસની સંખ્યા 800-800ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં હાલમાં કુલ 17,348 એક્ટિવ કેસ છે, આ પૈકીના 171 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 117,177 દર્દીઓ સ્ટેબલ છે, 3,02,932 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. અત્યારસુધી કોરોનાથી કુલ 4,598 દર્દીનાં મોત થયા છે.

આ પણ વાંચો: બીજાપુર અથડામણ: નક્સલીઓનો કથિત પત્ર આવ્યો સામે, અપહરણ કરાયેલા જવાનને છોડવા રાખી આ શરત

મંગળવારે અમદાવાદમાં 817, સુરતમાં 811, રાજકોટમાં 385, વડોદરામાં 342, પાટણમાં 107, જામનગરમાં 124, ભાવનગરમાં 94, મહેસાણા 63, ગાંધીનગરમાં 73, કચ્છમાં 35, મહીસાગરમાં 34, મોરબીમાં 32, પંચમહાલમાં 32, ખેડામાં 29, દાહોદમાં 28, અમરેલીમાં 24, આણંદમાં 24, બનાસકાંઠામાં 24, ભરૂચમાં 21. જૂનાગઢમાં 37, સાબરકાંઠામાં 18, નવસારીમાં 17, નર્મદામાં 16, વલસાડ, દેવભૂમિ દ્વારકામાં 15-15, ગીરસોમનાથમાં 10, બોટાદમાં 7, તાપીમાં 6, ડાંગ 4, છોટાઉદેપુર 3, અરવલ્લી 2, પોરબંદરમાં 1 મળીને કુલ 3280 નવા કેસ નોંધાયા છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Health ministry, આરોગ્ય, ભારત, હોસ્પિટલ