ચીનની સરહદ પર રહેલા સૈનિકોને ભીષણ ઠંડીથી બચાવવા માટે USથી આવ્યા સ્પેશ્યલ કપડા

ચીનની સરહદ પર રહેલા સૈનિકોને ભીષણ ઠંડીથી બચાવવા માટે USથી આવ્યા સ્પેશ્યલ કપડા
પ્રતિકાત્મક તસવીર

લદ્દાખમાં ભારતીય સૈનિકોને લાંબા સમય સુધી રહેવું પડી શકે છે. આવામાં ભારત પણ પોતાના સૈનિકોને સરહદ પર રાખવા માટે બધી વ્યવસ્થા કરી રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હી : ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતીય સૈનિકો (Indian Soldiers) માટે અમેરિકાથી વિશેષ કપડાનો પ્રથમ જથ્થો આવી ગયો છે. આ કપડા ભીષણ ઠંડીમાં પણ ભારતીય સૈનિકોને સરહદ પર કોઈ મુશ્કેલી વગર તૈનાત રહેવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે ચીન સાથેના વિવાદનો હાલ ઉકેલ આવી તેવી સંભાવના દેખાતી નથી. લદ્દાખમાં ભારતીય સૈનિકોને લાંબા સમય સુધી રહેવું પડી શકે છે. આવામાં ભારત પણ પોતાના સૈનિકોને સરહદ પર રાખવા માટે બધી વ્યવસ્થા કરી રહ્યું છે.

  સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી ખબર આપી છે કે ભીષણ ઠંડી માટે અમેરિકાથી વિશેષ કપડાનો પ્રથમ જથ્થો ભારત આવી ગયો છે. લદ્દાખ સરહદ પર રહેલા જવાનો તેના ઉપયોગ પણ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સેના સખત ઠંડી માટે પોતાની પાસે લગભગ 60 હજાર સૈનિકોના હિસાબે વિશેષ કપડાનો સ્ટોક રાખે છે. આ સ્ટોક પશ્ચિમી અને પૂર્વી બંને સીમા ફ્રન્ટ માટે હોય છે. જોકે આ વર્ષે બીજા ત્રીજા હજાર સેટની જરૂર હતી. ચીનના વલણના કારણે લદ્દાખમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી છે. જેથી ભારતને વધારે જર્સીઓની જરૂર પડશે.  આ પણ વાંચો - MP By-Poll Voting: દિગ્વિજય સિંહે EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - ટેકનિકના યુગમાં તેના પર વિશ્વાસ નથી

  ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ મે મહિનાથી ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો વિવાદ જૂન મહિનાના મધ્યમાં ગલવાન ઘાટીની ઘટનાના કારણે ઘણો ગંભીર થઈ ગયો હતો. ભારતે પોતાના 20 સૈનિકોની શહાદત પર સખત પ્રતિક્રિયા આપી હતી.

  ભારતે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને 200થી વધારે ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે ચીનને સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર અશાંતિ સાથે બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય રહી શકે નહીં. બંને પક્ષોમાં સૈન્ય અને વાર્તા વિવાદ છતા ઉકેલ આવે તેમ લાગી રહ્યું નથી.
  Published by:Ashish Goyal
  First published:November 03, 2020, 20:01 pm

  ટૉપ ન્યૂઝ