વારાણસીમાં મળશે જિનપિંગ અને મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે વાત

News18 Gujarati
Updated: May 29, 2019, 11:06 AM IST
વારાણસીમાં મળશે જિનપિંગ અને મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (ફાઇલ ફોટો)

જિનપિંગ અને મોદીની વચ્ચે વારાણસીમાં 11 ઓક્ટોબરના રોજ મંત્રણા યોજાઈ શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારત અને ચીનની વચ્ચે અનૌપચારિક મંત્રણા માટે આ વર્ષે ઓક્ટોબરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવવાના છે. પીએમ નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણી જીત્યા બાદ ચીનની સાથે આ પહેલી અનૌપચારિક મંત્રણા હશે. મળતા અહેવાલો મુજબ આ સમિટ માટે પીએમ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને પસંદ કર્યું છે. જિનપિંગ અને મોદીની વચ્ચે આ મંત્રણા 11 ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે.

વારાણસીની પસંદગી કેમ કરી?

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારત તરફથી આ મંત્રણાને વારાણસીમાં આયોજિત કરવા માટે ચીન સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ચીન સરકારે તેની પર સહમતિ નથી આપી, પરંતુ તેમને આ પ્રસ્તાવ ખૂબ જ પસંદ પડ્યો છે. નોંધનીય છે કે, 27-28 એપ્રિલ 2018માં મોદી અને જિનપિંગે ચીનના વુહાન પ્રાંતમાં બે દિવસ મંત્રણા કરી હતી. જોકે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના પાર્લામેન્ટ્રી બોર્ડમાં આ પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, મોદીએ શપથગ્રહણમાં સાર્ક નેતાઓને કેમ ન આપ્યું આમંત્રણ, જાણવા જેવું છે કારણ

વારાણસીને એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણ કે ચીનના રાષ્ટ્રપતિ પણ તેમના સંસદીય ક્ષેત્રનો પ્રવાસ કરે. જિનપિંગ પણ મોદીને શીમેન પ્રાંતના પ્રવાસે લઈ ગયા હતા, જ્યાં લગભગ 20 વર્ષ પહેલા તેઓએ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઓફિસ બેરિયર રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મોદીએ પણ વર્ષ 2014માં પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદમાં જિનપિંગની સાથે સમય પસાર કર્યો હતો અને મે 2015માં જિનપિંગે ફરી મોદીને તેમના ગૃહ રાજ્ય શાંશી પ્રોવિન્સની રાજધાની શિયાનનો પ્રવાસ કરાવ્યો હતો.

જૂનમાં પણ થશે મુલાકાતનોંધનીય છે કે, ઓક્ટોબર પહેલા જિનપિંગ અને મોદીની મુલાકાત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સંમેલન દરમિયાન કિર્ગિસ્તાનના બિશ્કેકમાં થવાન જઈ રહી છે. SCO સંમેલન 13થી 14 જૂને બિશ્કેકમાં આયોજિત કરવામાં આવશે અને જિનપિંગ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે પણ મોદીની દ્વિપક્ષીય મંત્રણા થશે.

આ પણ વાંચો, ઇમરાન ખાનને શપથ ગ્રહણ સમારંભમાં ન બોલાવવા ભારતની મજબૂરી : પાકિસ્તાન

આ દરમિયા મોદીની પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે પણ મુલાકાત થઈ શકે છે. જોકે, ભારત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ઈમરાન સાથેની મુલાકાત અંગે હજુ કોઈ પ્લાન નથી. જોકે, અધિકારિક સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે એક અનૌપચારિક વાતચીત થઈ શકે છે, પરંતુ તેમાં મુદ્દો પર ચર્ચા થશે એવું થવું અશક્ય લાગી રહ્યું છે.
First published: May 29, 2019, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading