ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત નવા Spice-2000 બોમ્બ ખરીદવાની તૈયારીમાં

News18 Gujarati
Updated: June 30, 2020, 9:36 PM IST
ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત નવા Spice-2000 બોમ્બ ખરીદવાની તૈયારીમાં
ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત નવા Spice-2000 બોમ્બ ખરીદવાની તૈયારીમાં

ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાઓને ઇમરજન્સી પાવર અંતર્ગત 500 કરોડ રૂપિયા આપ્યા છે

  • Share this:
નવી દિલ્હી : જમીન ટાર્ગેટ્સ પર (Ground Targets)પોતાની મારક ક્ષમતા મજબૂત બનાવવા માટે ભારત વધારે સંખ્યામાં સ્પાઇસ 2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. સ્પાઇસ 2000 બોમ્બનો ઉપયોગ ભારતીય વાયુસેના (Indian Airforce)એ પુલવામાં હુમલા પછી પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઇક (Balakot Air Strike)માં કર્યો હતો. ભારત હવાથી જમીનમાં નિશાન સાધવામાં માહેર બોમ્બનું એડવાન્સ વર્ઝન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવે છે કે ચીન સાથે વધી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારત ગ્રાઉન્ડ ટાર્ગેટ્સને નિશાન બનાવવાની પોતાની શક્તિ વધારે મજબૂત કરવા માંગે છે.

ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાઓને ઇમરજન્સી પાવર અંતર્ગત 500 કરોડ રૂપિયા આપ્યા છે. આ રકમથી સેનાઓને હથિયાર ખરીદવાની છૂટ છે. એક સરકારી સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ઇન્ડિયન એરફોર્સ પાસે પહેલા 2000 બોમ્બ છે. હવે સેના આ પ્રકારના એડવાન્સ બોમ્બ મેળવવાની તૈયારી કરી રહ્યું છે.


આ પણ વાંચો - PM Narendra Modi Speech : PM મોદીની જાહેરાત - 80 કરોડ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ મળશે

70 કિલોમીટર દૂર સુધી ટાર્ગેટને કરી શકે છે તબાહ

સ્પાઇસ 2000 બોમ્બ લગભગ 70 કિલોમીટરની દૂરી સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. નવું વર્ઝન આવ્યા પછી આ બોમ્બ મજબૂતથી મજબૂત બંકરોને પણ ઉડાડવામાં સક્ષમ હશે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાને 2016માં ઉરી હુમલા પછી પણ આ પ્રકારનું ઇમરજન્સી પાવર અંતર્ગત ફંડ આપવામાં આવ્યું હતું.
First published: June 30, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading