ભારતમાં દરેક ઘરમાં પહોંચશે સસ્તું LPG જોડાણ, જાણો આખો પ્લાન

પ્રતીકાત્મક તસવીર.

LPG connection: બહુ ઝડપથી દેશના દરેક ઘરમાં એલપીજી કનેક્શન (LPG connection) લાગશે. દેશમાં 100 ટકા એલપીજી પ્રવેશ બાદ હવે આખા શહેરના દરેક વિસ્તારોને ગેસ વિતરણ કવરેજ હેઠળ આવરી લેવાશે.

 • Share this:
  નવી દિલ્હી: બહુ ઝડપથી દેશમાં દરેક ઘરમાં એલપીજી કનેક્શન (LPG connection) લાગશે. દેશમાં 100 ટકા એલપીજી પ્રવેશ બાદ હવે આખા શહેરના દરેક વિસ્તારને ગેસ વિતરણ કવરેજ (City Gas Distribution) અંતર્ગત કવરેજ હેઠળ આવરી લેવાની યોજના છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિર્માણ બોર્ડ (PNGRB) આગામી થોડા મહિનાઓમાં CGD હરાજીના 11માં રાઉન્ડ સાથે આવશે. જે 300 જિલ્લાને આવરી લેશે. જેમાં આશરે 1.2 લાખ કરોડ રૂપિયાનું અનુમાનિત રોકાણ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક જિલ્લામાં 400 કરોડ રૂપિયાનું રોકાણ થઈ શકે છે.

  300થી વધારે જિલ્લા આવરી લેવાશે

  મની કંટ્રોલના સમાચાર પ્રમાણે આ યોજનાના 11મા રાઉન્ડ પહેલા 120 જિલ્લાના 44 ભૌગોલિક ક્ષેત્રોને આવરી લેવાની યોજના હતી. મની કંટ્રોલે સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, આ યોજનામાં હવે નવા પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે, જેમાં એક વારમાં જ આખા દેશને આવરી લેવાશે.

  આ પણ વાંચો: ગાડી નવી હોય કે જૂની, ફિટનેસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે, જાણો આખો મામલો

  જેનો મતલબ એવો થાય કે 300થી વધારે જિલ્લાને આવરી લેવાશે. આ રાઉન્ડમાં બોલી લગાવવાથી સીજીડી નેટવર્કની પહોંચ 100 ટકા વધી જશે. નવમાં અને 10માં રાઉન્ડ પછી સીજીડીનું કવરેજ 4.6 જિલ્લા સુધી વધી ગયું હતું. આગામી તબક્કામાં અન્ય 335 જિલ્લા શામેલ થવાની સંભાવના છે. જે બાદમાં વર્ષ 2030 સુધી એનર્જી સેક્ટરમાં પ્રાકૃતિક ગેસનો હિસ્સો 6.3 ટકાથી વધીને 15 ટકા થવાની સંભાવના છે.

  આ પણ વાંચો: અમદાવાદ: પત્નીને ઘરકામમાં મદદે આવેલી 28 વર્ષની યુવતી સાથે પતિએ કર્યું 'ગંદુ' કામ

  આ પણ વાંચો: સુરત: દીકરીની છેડતીની ફરિયાદ કરવા પહોંચેલા માતાપિતાને યુવકના પરિવારે માર્યો માર

  ભારતે 17,000 કિલોમીટરની અન્ય ગેસ પાઇપલાઇનને જોડીને પોતાની પ્રાકૃતિક ગેસ ગ્રિડને 34,500 કિલોમીટર સુધી વિસ્તાર કરવાની યોજના બનાવી છે. આગામી તબક્કામાં આખા દેશના સીજીડી અંતર્ગત કવર કરવાની મતલબ છે કે ઑપરેટર પાઇપલાઇન નેટવર્ક ચાલુ થયા બાદમાં તુંરત જ બાકીના ભૌગોલિક ક્ષેત્રોમાં PNG અને સીએનજીની આપૂર્તિ તાત્કાલિક શરૂ કરી શકશે.
  Published by:Vinod Zankhaliya
  First published: