Home /News /national-international /કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ વ્યક્તિઓની સંખ્યા મામલે ભારત અમેરિકાથી આગળ

કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ વ્યક્તિઓની સંખ્યા મામલે ભારત અમેરિકાથી આગળ

PHOTO: PTI

ભારતમાં 17.2 કરોડ લોકોએ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો છે અને અમેરિકામાં 16.9 કરોડ લોકોએ રસી લીધી છે. વી.કે.પૌલે જણાવ્યું કે, “કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લેનારાની સંખ્યામાં ભારત અમેરિકાથી આગળ છે. વેક્સીન અભિયાનમાં સતત સુધારો કરીને તેને તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે, આગામી દિવસોમાં તેને વધુ તીવ્ર બનાવવામાં આવશે

વધુ જુઓ ...
કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ વ્યક્તિઓની સંખ્યા મામલે ભારત અમેરિકાથી આગળ છે. સરકારે શુક્રવારે જણાવ્યું તે આગામી દિવસોમાં અભિયાનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી.કે.પૌલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 60થી વધુ ઉંમરના 43% લોકોએ અને 45થી વધુ ઉંમરના 37% લોકોએ વેક્સીન લીધી છે.

Ourworldindata પરથી જાણી શકાય છે કે, ભારતમાં 17.2 કરોડ લોકોએ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો છે અને અમેરિકામાં 16.9 કરોડ લોકોએ રસી લીધી છે. વી.કે.પૌલે જણાવ્યું કે, “કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લેનારાની સંખ્યામાં ભારત અમેરિકાથી આગળ છે. વેક્સીન અભિયાનમાં સતત સુધારો કરીને તેને તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે, આગામી દિવસોમાં તેને વધુ તીવ્ર બનાવવામાં આવશે. હુ વરિષ્ઠ લોકોને વેક્સીન લેવાની વિનંતી કરું છુ. આગામી સપ્તાહોમાં વેક્સીનેશન 50% સુધી પહોંચવાની આશા છે.”

પૌલે જણાવ્યું કે વૈશ્વિક આંકડાની દ્રષ્ટીએ બીજી લહેર દૂર થઈ રહી છે, પરંતુ ભારતમાં પ્રતિ 10 લાખે કોવિડ-19ના 20,519 કેસ છે. આ આંકડો વૈશ્વિક દ્રષ્ટીએ સરેરાશ 22,181થી અધિક છે. ભારતમાં કોરોનાને કારણે પ્રતિ મિલિયન વસ્તીએ 245 લોકોના મોત થાય છે, જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 477 છે. ભારતમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, નગરપાલિકાઓ, જિલ્લાઓ, ગામ, પંચાયતોએ કરેલ સરાહનીય કાર્યને કારણે આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો છે. પ્રતિબંધ દૂર થવા પર પૌલે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને માસ્ક પહેરવાનું કહ્યું છે. આપણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાને કારણે કેટલાક જિલ્લાઓમાં પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા, જેથી આપણે અન્ય જગ્યા પર જઈ શકતા નહોતા. કોરોના હજુ સુધી ગયો નથી, કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો- યામી ગૌતમે આદિત્ય ધર સાથે લીધા 7 ફેરા, જુઓ લગ્નની INSIDE PHOTOS

જ્યારે આ પ્રક્રિયાને રિવર્સ કરવામાં આવે છે ત્યારે તેનો સ્વીકાર ના કરી શકાય. જો કોરોના વેક્સીનેશનની પ્રક્રિયા ધીમી થશે તો ફરીથી મુશ્કેલભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આપણે જે રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વર્તતા હતા, તે જ રીતે જો હવે વર્તીશુ તો ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. વેક્સીનેશન અભિયાનને હજુ પણ તીવ્ર બનાવવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે “આ પરિસ્થિતિમાં વેક્સીનેશન ખૂબ જ જરૂરી છે. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તે માટે જવાબદાર થવું પડશે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં કોરોનાને હરાવવાનો છે. કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.”
" isDesktop="true" id="1102407" >

તેમણે વધુમાં જણાવ્યું કે, “7 મેના રોજ સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા બાદ કોરોનાના કેસમાં 68 ટકાનો ઘટાડો થયો છે.” 10 મેના રોજ કોરોના લેહર પિક પર આવ્યા બાદ કોરોનાના કેસમાં 21 લાખથી વધુનો ઘટાડો થયો છે. 50 દિવસોમાં કોરોનાના કેસમાં 56 ટકાનો ઘટાડો થયો છે અને 16,35,993 એક્ટીવ કેસ નોંધવામાં આવ્યા છે. 229 એપ્રિલથી 5 મેની વચ્ચે દૈનિક કોરોનાના 538 કેસ સામે આવતા હતા, તે બાદ તેના 27 મેથી 2 જૂન સુધીમાં દૈનિક 257 કેસ નોંધાયા છે. ચાર સપ્તાહથી કોરોના ટેસ્ટીંગમાં વધારો થયો છે, પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.
તેમણે જણાવ્યું કે 7 મેના રોજ સમાપ્ત થયેલમાં સપ્તાહ દરમ્યાન 92 જિલ્લાઓમાં 5 ટકાથી ઓછા કેસ નોંઘાયા હતા. 3 જૂનના રોજ સમાપ્ત થયેલ સપ્તાહમાં 377 જિલ્લાઓમાં 5 ટકાથી ઓછા કેસ નોંઘાયા છે.
First published:

Tags: Corona News, Corona vaccine, Covid 19 vaccine, Covid-19 vaccine First Dose, India Pips, US, Vaccination, અમેરિકા, કોરોના વેક્સીન પહેલો ડોઝ, ભારત, વેક્સીનેશન

विज्ञापन
विज्ञापन