Home /News /national-international /India Per Capita Income: દેશમાં દર વર્ષે માથાદીઠ આવકમાં ઝડપથી વધારો, 2014-15 પછી બમણી થઈ!

India Per Capita Income: દેશમાં દર વર્ષે માથાદીઠ આવકમાં ઝડપથી વધારો, 2014-15 પછી બમણી થઈ!

ફાઇલ તસવીર

India Per Capita Income: હાલના ભાવે માથાદીઠ વાર્ષિક આવક નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,72,000 હોવાનો અંદાજ છે, જે વર્ષ 2014-15ના રૂ. 86,647 કરતાં લગભગ 99 ટકા વધુ છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન વાસ્તવિક કિંમતો (સ્થિર કિંમતો) પર દેશની માથાદીઠ આવકમાં લગભગ 35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014-15માં તે રૂ. 72,805 હતી, જે વર્ષ 2022-23માં વધીને રૂ. 98,118 થવાની ધારણા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ 2014-15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી વર્તમાન ભાવે દેશની માથાદીઠ આવક બમણી થઈને 1.71 લાખ રૂપિયા થઈ ગઈ છે. જો કે, આવકનું અસમાન વિતરણ એક મોટો પડકાર છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) મુજબ, હાલના ભાવ પર માથાદીઠ વાર્ષિક આવક નાણાકીય વર્ષ 2022-23માં 1.72 લાખ રૂપિયા રહેવાનો અંદાજ છે. તે વર્ષ 2014-15 દરમિયાન 86,647 રૂપિયા કરતાં લગભગ 99 ટકા વધુ છે. ત્યારે આ સમયગાળા દરમિયાન વાસ્તવિક કિંમતો પર દેશની માથાદીઠ આવકમાં લગભગ 35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014-15માં તે 72,805 હતી, જે વર્ષ 2022-23માં વધીને 98,118 રૂપિયા થાય તેવી શક્યતા છે.

પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જયતિ ઘોષે વર્તમાન ભાવ પર માથાદીઠ આવક બમણી થવા અંગે જણાવ્યું હતું કે, ‘દેશની જીડીપીને હાલની કિંમતને આધારે આંકવામાં આવે છે, પરંતુ આ દરમિયાન મોંઘવારી પર નજર નાખીએ, તો જાણવા મળશે કે આ વધારો ઘણો ઓછો છે.’ આવકના વિતરણનું મહત્ત્વ જણાવતા તેમણે કહ્યું હતું કે, ‘મોટાભાગનો વિકાસ ટોચની 10 ટકા વસ્તીના ખાતામાં ગયો છે. તેનાથી ઊલટું સરેરાશ પગાર ઘટી રહ્યો છે અને વાસ્તવિક દ્રષ્ટિએ તે કદાચ હતો તેનાથી પણ ઓછો થઈ ગયો છે.’

આ પણ વાંચોઃ રાજકોટમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, સુરેન્દ્રનગરમાં કરા પડ્યાં

કોવિડ સમયગાળા દરમિયાન ઘટાડો થયો હતો


એનએસઓના જણાવ્યા પ્રમાણે, કોવિડ સમયગાળા દરમિયાન માથાદીઠ આવક વાસ્તવિક અને વર્તમાન બંને મૂલ્યોની દ્રષ્ટિએ ઘટી હતી. જો કે, વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન તેમાં વધારો જોવા મળ્યો હતો.

વિશ્વ વિકાસ સૂચકાંકોને ટાંકીને, આર્થિક સંશોધન સંસ્થા NIPFPના ભૂતપૂર્વ ડિરેક્ટર પિનાકી ચક્રવર્તીએ જણાવ્યુ હતુ કે, વાસ્તવિક ભાવે ભારતની માથાદીઠ આવક 2014થી 2019 દરમિયાન વાર્ષિક 5.6 ટકા વધી હતી.


તેમણે કહ્યુ કે, ‘આ વધારો નોંધપાત્ર છે. આપણે આરોગ્ય, શિક્ષણ, આર્થિક અને સામાજિક ગતિશીલતા સંબંધિત પરિણામોમાં સુધારો જોયો છે. જો આપણે પુનઃવિતરણની યોગ્ય નીતિઓ સાથે માથાદીઠ આવકમાં વાર્ષિક પાંચથી છ ટકાના દરને જાળવી શકીએ તો આ ગતિ જળવાઈ રહેશે. દેશમાં આ વૃદ્ધિમાં અસમાનતા પર પણ આપણે ધ્યાન આપવું પડશે. સંતુલિત પ્રાદેશિક વિકાસ ઉચ્ચ વૃદ્ધિને વેગ આપવા માટે ઉત્પ્રેરક બની શકે છે.’

ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઈન ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર નાગેશ કુમારે જણાવ્યુ હતુ કે, વાસ્તવિક કિંમત પર દેશની માથાદીઠ આવકમાં વધારો થયો છે અને તે વધતી સમૃદ્ધિ રૂપે પણ નજરે પડે છે. આ સાથે તેમણે કહ્યુ હતુ કે, ‘એ નોંધવું પણ જરૂરી છે કે, માથાદીઠ આવક ભારતીયોની સરેરાશ આવક છે. સરેરાશ આવક ઘણીવાર વધતી અસમાનતાને છુપાવે છે. ટોચના સ્તરે આવકની સાંદ્રતાનો અર્થ એ થાય છે કે, આવકના નીચેના સ્તર પરના લોકો માટે બહુ ફેરફાર થયો નથી.’
First published:

Tags: Economy, India economy, Indian economy, ભારત