ભારત- પાક. વચ્ચે તણાવ યથાવત! INS વિક્રમાદિત્ય અરબી સમુદ્રમાં ફાઇટર પ્લેન સાથે તહેનાત

News18 Gujarati
Updated: March 17, 2019, 5:56 PM IST
ભારત- પાક. વચ્ચે તણાવ યથાવત! INS વિક્રમાદિત્ય અરબી સમુદ્રમાં ફાઇટર પ્લેન સાથે તહેનાત
ફાઇટર વિમાન વાહક જહાજ INS વિક્રમાદિત્યની ફાઇલ તસવીર

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ ભારતે પુલવામાં હુમલા બાદ સર્જાયેલી સ્થિતિના અનુસંધાનમાં યુદ્ધ વાહક જહાજ સાથે ફાઇટર પ્લેન અરબ સાગરમાં નેવીએ તૈનાત કર્યું

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામાં હુમલા બાદ ભારતે બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇક અને ત્યારબાદ સર્જાયેલી સ્થિતિ હજુ થાળે પડી હોય તેવું જણાતું નથી. સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના અનુસંધાનમાં અલર્ટ ઇન્ડિયન નેવી દ્વારા યુદ્ધ વાહક જહાજ સાથે યુદ્ધ વિમાન વાહક જહાજ INS વિક્રમાદિત્યને અરબી સમુદ્રમાં તૈનાત કર્યુ છે.

ભારતીય નેવીના આ પગલાના કારણે પાકિસ્તાનની નેવી મકરાન તટે તૈનાત રહેવા મજબૂર છે. ઉપરાત પાકિસ્તાની નેવી સમુદ્રમાં કઈ પણ ગતિવિધિ કરતા અચકાઈ રહી. છે. પુલવામાં હુમલા બાદ મળેલા ગુપ્તચર અહેવાલો મુજબ, આતંકવાદીઓ સમુદ્રના રસ્તે પ્રવેશી શકે છે, આ શક્યતાને ધ્યાનમાં રાખતા પણ આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: ભારત-પાકે. સામસામે તાકી દીધી હતી મિસાઇલ, અમેરિકાએ મામલો થાળે પાડ્યો: રિપોર્ટ

સમાચાર સંસ્થાએ એક ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી હતી કે ઇન્ડિયન નેવીનું યુદ્ધ વાહક જહાજ અને જેટપ્લેન કરિયર INS વિક્રમાદિત્ય અલર્ટ મોડમાં અરબી સમુદ્રમાં અન્ય જહાજો સાથે તૈનાત કરાયું છે.

આ પણ વાંચો: મસૂદ અઝહર પર નરમ પડ્યું ચીન! કહ્યું- ભારતની ચિંતા સમજીએ છીએ, ટૂંક સમયમાં ઉકેલાશે મામલો

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ નેવીના વડા એડમિરલ સુનીલ લાંબાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સમુદ્રી માર્ગે ઘૂષણખોરી કરવાની ફિરાકમાં છે. તેમણે કહ્યું હતું કે તેના માટે આતંકવાદીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. આતંકવાદીઓ પર એરસ્ટ્રાઇકથી હુમલો કર્યા બાદ શું હવે વોટરસ્ટ્રાઇક કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી એવા ગુપ્તચર અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે, કે પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં આતંકવાદીઓ પાણીના માર્ગે ભારતમાં પ્રવેશી શકે છે.

 
First published: March 17, 2019, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading