‘રાષ્ટ્રીય નાયક’ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કબરની સ્થિતિ જોઈ આર્મીએ વ્યક્ત કરી નારાજગી

નૌસેરામાં પાકિસ્તાનને ધૂળ ચટાડનારા ‘નૌસેરા કા શેર’ની કબર ક્ષતિગ્રસ્ત અવસ્થામાં, ભારતીય સેનાએ ઉઠાવ્યો વાંધો

નૌસેરામાં પાકિસ્તાનને ધૂળ ચટાડનારા ‘નૌસેરા કા શેર’ની કબર ક્ષતિગ્રસ્ત અવસ્થામાં, ભારતીય સેનાએ ઉઠાવ્યો વાંધો

 • Share this:
  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં 1947-48ના ભારત-પાક યુદ્ધ (Indo-Pak War 1947-48)માં શહીદ થયેલા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન (Brigadier Mohammad Usman)ની કબર ક્ષતિગ્રસ્ત અવસ્થામાં જોવા મળી છે. ત્યારબાદ સોમવારે ભારતીય સેના (Indian Army)ના સૂત્રોએ કહ્યું કે સેના રાષ્ટ્રીય નાયકની કબરની દેખભાળ કરવામાં પૂરી રીતે સક્ષમ છે. તેઓએ કહ્યું કે બ્રિગેડિયર ઉસ્માન એક રાષ્ટ્રીય નાયક છે અને સેનાના વરિષ્ઠ અધિકારી તેમની કબરની સ્થિતિ જોયા બાદ નિરાશ થયા છે.

  બ્રિગેડિયર ઉસ્માનની કબર જે કબ્રસ્તાનમાં છે તે દક્ષિણ દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia)ના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સેનાના એક સૂત્રે કહ્યું કે, કબર જામિયા મિલિયા ઈસ્લામિયાના ક્ષેત્રાધિકારમાં આવે છે તેથી કબરની સારસંભાળ માટે યુનિવર્સિટી પ્રશાસને જવાબદાર રહેવું જોઈએ. જો તેઓ તેની સાચવણી નથી કરી શકતા તો સેના યુદ્ધ નાયકની કબરની દેખભાળ કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.

  આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરમાં છવાઈ સફેદ બરફની ચાદર, જુઓ મનમોહક તસવીરો

  સૂત્રએ કહ્યું કે, તેમના અવશેષોને દિલ્હી છાવણી ક્ષેત્રમાં સ્થળાંતરિક કરવાની કોઈ યોજના નથી.

  બીજી તરફ, જામિયા મીલિયા ઈસ્લામિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, યુનિવર્સિટી કબ્રસ્તાનની દીવાલોની સારસંભાળ રાખવા અને સાફ-સફાઇ માટે જવાબદાર છે. જોકે કબરોની દેખભાળ સંબંધિત પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે.

  આ પણ વાંચો, સરકાર આપી રહી છે છેલ્લી તક! આજથી અહીં મળશે સસ્તું સોનું, જાણો કેટલી છે કિંમત

  નોંધનીય છે કે, બ્રિગેડિયર ઉસ્માનના નેતૃત્વમાં ભારતીય સેનાએ નૌસેરાને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈને પાકિસ્તાની સેનાને જોરદાર નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદથી જ બ્રિગેડિયર ઉસ્માનને ‘નૌસેરા કા શેર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ યુદ્ધ દરમિયાન જ 1949માં પુંછના ઝાંગડ વિસ્તારમાં પાકિસ્તાની સેના સામે લડતા તેઓ એક તોપના ગોળાની ઝપટમાં આવી ગયા હતા, જેના કારણે તેઓએ યુદ્ધના મેદાનમાં શહીદ થયા હતા.
  Published by:Mrunal Bhojak
  First published: