13મી માર્ચે ભારત અને પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ મળશે, આ મામલે ચર્ચા થશે

News18 Gujarati
Updated: March 5, 2019, 8:33 PM IST
13મી માર્ચે ભારત અને પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ મળશે, આ મામલે ચર્ચા થશે
પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ(ફાઈલ ફોટો)

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે ભારત અને પાકિસ્તાને આ બાબતે ચર્ચા કરવાનું નક્કી કર્યુ છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતે કરેલી એરસ્ટ્રાઇકના પગલે ભારત પાકિસ્તાનના તમામ રાજદ્વારી સંબંધોમાં ખટાસ આવી હતી. સમજોતા એક્સપ્રેસથી લઈને રાહ-એ-મિલન બસ સેવા બંધ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્વક સ્થિત પ્રવર્તી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 13મી માર્ચે આ તણાવભર્યા માહોલની વચ્ચે પણ કરતારપુર કૉરિડોર અંગે પાકિસ્તાન સાથે ચર્ચા થશે. કરતારપુર કૉરિડોર અંગે ચર્ચા કરવા પાકિસ્તાનનું એક પ્રતિનિધિ મંડળ ભારત આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર 13મી માર્ચે પાકિસ્તાન સાથે થનારી વાતચીતને તણાવભર્યા માહોલમાં પણ રદ કરવામાં આવી નથી. બંને દેશોના તણાવની વચ્ચે પણ સરકારે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યુ છે. આ વાતચીતમાં કરતારપુર સાહિબ સુધી ચાર કિલોમિટર લાંબો કૉરિડોર ખોલવાનો માર્ગ મોકળો થશે. પાકિસ્તાની દળની મહેમાનગતિ બાદ ભારતીય પ્રતિનિધિ મંડળ આ મામલે ચર્ચા કરવા પાકિસ્તાન જશે.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્ક માહોલ છે. દેશના 40 જવાનોની શહાદતનો બદલો લેવા સરકારે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં કાર્યરત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલો કર્યો હચો. આ એરસ્ટ્રાઇકના પુરાવા અંગે પણ દેશમાં રાજનીતિ ગરમાયી છે, એવામાં પાકિસ્તાન સાથે ચર્ચા કરી ભારત કરતારપુર કૉરિડોરનું ભાવિ નક્કી કરશે.

 
First published: March 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading