પુલવામા હુમલાના 43 દિવસ બાદ કેવા છે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો?

ઈમરાન ખાન અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

પુલવામા હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન બંને આ હુમલા માટે એક-બીજાને જવાબદાર ઠેરવતા રહ્યા છે

 • Share this:
  (ઐશ્વર્ય કુમાર)

  પુલવામા હુમલાના 43 દિવસ થઈ ચૂક્યા છે પરંતુ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોમાં કોઈ સુધાર નથી થયો. પુલવામા હુમલાને લઈને ભારતે પાકિસ્તાનને જે ડોઝિયર સોંપ્યું હતું, તેની પર પાકિસ્તાને કહ્યું કે તેને પોતાના દેશમાં પુલવામા હુમલામાં સંબંધિત કોઈ પ્રકારના પુરાવા નથી મળ્યા. ભારતે પાકિસ્તાનના દાવાને પાયાથી નકારી કાઢ્યો છે.

  પુલવામા હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન બંને પુલવામા હુમલા માટે એક-બીજાને જવાબદાર ઠેરવતા રહ્યા છે. હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત પાસે પુરાવાની માંથ કરી હતી. ભારતના આરોપને નકારતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે આ હુમલો કાશ્મીરીયો દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ ભારતને એમ પણ કહ્યું કે જો ભારત સૈન્ય કાર્યવાહી કરશે, તો પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે.

  પુલવામા હુમલાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને બાલાકોટ પર બોમ્બ વરસાવ્યા. ભારત સરકારનો દાવો હતો કે આ કાર્યવાહીના કારણે જૈશના આતંકી ઠેકાણાઓને ઘણું નુકસાન થયું. મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યવાહીમાં 300થી 350 આતંકવાદીઓના મોત થયા. જોકે, ઓફિશિયલ રીતે તેની પુષ્ટિ નથી થઈ.

  આ પણ વાંચો, પાકિસ્તાનનું વધુ એક જૂઠાણું, કહ્યું- પુલવામા હુમલામાં પાક.ની ભૂમિકાના પુરાવા નહીં

  બાલાકોટની ઘટનાના માત્ર 24 કલાકની અંદર જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં હવાઈ સરહદ પાર કરી. જોકે, બંને દેશોનું કહેવું હતું કે તેના કારણે કોઈ પ્રકારનું નુકસાન નથી થયું.

  શક્તિ પ્રદર્શન ઉપરાંત બંને દેશોએ ડિપ્લોમેટિક સ્તરે પણ કામ કર્યું. ભારતે 27 ફેબ્રુઆરીને પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું. તપાસ કર્યા બાદ પાકિસ્તાને કહ્યું કે ભારત દ્વારા સોંપવામાં આવેલા ડોઝિયરમાં કુલ 90 લોકોના નામ હતા. જેમાંથી એક તૃતીયાંશ નામ એવા હતા, જે યાદીમાં બે વાર સામેલ હતા. બાીકના જે ફોન નંબર આપવામાં આવ્યા હતા તેના વિશે પાકિસ્તાને જણાવ્યું કે તેનો પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ નથી.

  પાકિસ્તાને એમ પણ કહ્યું કે ડોઝિયરમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરની પુલવામા હુમલાથી કોઈ પ્રકારની લિંકના પુરાવા નથી. 28 માર્ચે સોંપવામાં આવેલા પોતાના રિપોર્ટમાં પાકિસ્તાને કહ્યું કે 91 પાનાના આ ડોઝિયર 6 પાર્ટમાં વહેંચાયેલું છે. તેમાંથી માત્ર પાર્ટ 2 અને 3 જ પુલવામા હુમલા સાથે સંબંધિત છે. બાકીના હિસ્સામાં સામાન્‍ય આરોપ લગાવવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, આતંકી મસૂદ અંગે અમેરિકા UNSCમાં નવો પ્રસ્તાવ લાવતા અકળાયું ચીન

  પાકિસ્તાને કહ્યું કે ડોઝિયરમાં આપવામાં આવેલા નામોમાંથી 54 પાકિસ્તાનીઓની ઓળખ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી. બાકીના લોકોની પૂરી વિગત ન હોવાના કારણે તેમની ઓળખ નથી થઈ શકી. પરંતુ અત્યાર સુધીની તપાસથી એવું નથી પુરવાર થતું કે તેમની કોઈ પ્રકારનો સંબંધ પુલવામા હુમલા સાથે છે.

  ભલે પાકિસ્તાન કહેતું રહ્યું હોય કે તેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ, આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેમની સરકાર મસૂદ અઝહરના સંપર્કમાં હતી. તેઓએ જણાવ્યું કે મસૂદ અઝહર બીમાર હતો. તેના થોડા સમય બાદ જ મસૂદ અઝહરના મોતના રિપોર્ટ્સ આવવા લાગ્યા. જોકે, જૈશ પ્રમુખે એક ઓડિયો ક્લિપ જાહેર કરીને તેને નકારી કાઢ્યા. આ ઓડિયો ક્લિપમાં જણાવવામાં આવ્યું છે કે તેનો પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ નથી.

  જોકે, 29 માર્ચે અમેરિકા મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાવશે. ચીન તેની પર ફરી એકવાર અડચણ ઊભી કરી શકે છે. પરંતુ ચીને તેના માટે યોગ્ય કારણ રજૂ કરવું પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: