Home /News /national-international /

આતંકવાદ અને મંત્રણા એક સાથે નહીં, ભારતે પાકિસ્તાન સાથેની મુલાકાત રદ્દ કરી

આતંકવાદ અને મંત્રણા એક સાથે નહીં, ભારતે પાકિસ્તાન સાથેની મુલાકાત રદ્દ કરી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી વાતચીત કરવાની ભલામણ કરી હતી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી વાતચીત કરવાની ભલામણ કરી હતી

    ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ થનારી બેઠક રદ થઈ ચુકી છે. વિદેસ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે યોજાનાર બેઠકને ભારતે રદ કરી દીધી છે.

    તેમણે કહ્યું કે, પાકિસ્તાને બુરહાન વાની પર સ્ટાંપ જાહેર કરી આતંકવાદના ગુણગાન ગાયા હતા. આનાથી જાહેર થાય છે કે, પાકિસ્તાન નહી સુધરે. વિદેશમંત્રી સ્તર પર પાકિસ્તાન સાથે મુલાકાતનો નિર્ણય અમે પાકિસ્તાનની રિકવેસ્ટ અને તેમની પ્રધાનમંત્રીને લખેલી ચિટ્ઠીના જવાબમાં લીધો હતો. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીના નાપાક ઈરાદાવાળો ચહેરો સામે આવી ગયો છે. એવામાં તેમની સાથે વાતચીતનો કોઈ જ મતલબ નથી. આવી સ્થિતિમાં ન્યૂયોર્કમાં વિદેશમંત્રીઓની કોઈ મુલાકાત નહી થાય.

    વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગઈ કાલે ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી કે, ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ન્યૂયોર્કમાં મુલાકાત કરશે. પરંતુ ત્યારબાદ બે દર્દનાક ઘટના ઘટી છે. એક તો આપણા જવાનની દર્દનાક હત્યા કરવામાં આવી. બીજી બાજુ આતંકવાદીઓની સ્ટેમ્પ ટિકિટ જાહેર કરવામાં આવી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાનની નવી શરૂઆત પાછળ અને વાર્તાના પ્રસ્તાવ પાછળ નાપાક ઈરાદો છે, જેનો ખુલાસો થઈ ચુક્યો છે.

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી વાતચીત કરવાની ભલામણ કરી હતી. ઈમરાન ખાને આ ચિઠ્ઠીમાં પીએમ નરેન્દ્ર મોદી સામે આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રસભાની બેઠકમાં બંને પડોશીયો વચ્ચે વાતચીત શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Jammu Kashmir, ભારત-પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन