Home /News /national-international /બોર્ડર પર તણાવઃ BSFએ પાક. સેનાને ન આપી ગણતંત્ર દિવસની મીઠાઈ

બોર્ડર પર તણાવઃ BSFએ પાક. સેનાને ન આપી ગણતંત્ર દિવસની મીઠાઈ

આ મીટિંગમાં બંને દેશનાં સેક્ટર કમાંડર સ્તરનાં અધિકારીઓએ મિટીંગ કરી હતી. અહીં ફ્લેગ મીટિંગ સુચેતગઢ વિસ્તારનાં આંતરરાષ્ટ્રિય સીમા પર થઇ હતી.

આ મીટિંગમાં બંને દેશનાં સેક્ટર કમાંડર સ્તરનાં અધિકારીઓએ મિટીંગ કરી હતી. અહીં ફ્લેગ મીટિંગ સુચેતગઢ વિસ્તારનાં આંતરરાષ્ટ્રિય સીમા પર થઇ હતી.

    નવી દિલ્હી: ગણતંત્ર દિવસનાં તહૈવાર પર દર વર્ષે બોર્ડ પર બીએસએફનાં જવાનો પાકિસ્તાની સેનાને મીઠાઇ ખવડાવે છે. પણ આ વખતે એવું નહીં થાય. સોર્સિસની માનીયે તો, BSFએ આ વખતે મિઠાઇ ન ખવડાવવાનો નિર્ણય કરી લીધો છે. ગત થોડા દિવસોમાં બોર્ડર પર જે રીતે સતત ફાયરિંગ થઇ રહી છે તે જોતા BSFનાં જવાનોએ આ નિર્ણય લીધો છે.

    આપને જણાવી દઇએ કે ગુરૂવારે જ ભારત-પાકિસ્તાન બોર્ડર પરની તણાવને ઓછી કરવા માટે પાકિસ્તાન રેન્જર્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) વચ્ચે ફ્લેગ મીટિંગ થઇ હતી. પાકિસ્તાનની અપીલ પર થયેલી આ મીટિંગમાં બંને દેશનાં સેક્ટર કમાંડર સ્તરનાં અધિકારીઓએ મિટીંગ કરી હતી. અહીં ફ્લેગ મીટિંગ સુચેતગઢ વિસ્તારનાં આંતરરાષ્ટ્રિય સીમા પર થઇ હતી.

    ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે જેમાં ભારતનાં સાત નાગરીક સહિત 13 લોકો શહીદ થઇ ગયા હતાં. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રિય બોર્ડર અને LoC પર ગોળીબાર થયો હતો. BSF તરફથી પણ પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને ઘણું મોટું નુક્શાન થયુ હતું.

    બાંગ્લાદેશ સીમા ગાર્ડ્સને આપી મીઠાઇ
    બંગાળ શરહદે ભારત-બાંગ્લાદેશનાં જવાનો વચ્ચે થઇ મીઠાઇની આપ-લે
    તો બીજી તરફ ગણતંત્ર દિવસની ઉજવણી પર પશ્ચિમ બંગાળનાં ફુલવારી પોસ્ટ પર તૈનાત ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ અને બાંગ્લાદેશનાં સીમા ગાર્ડ્સ શરહદ પર મિઠાઇની આપ-લે થઇ હતી

    નહીં સુધરે પાકિસ્તાન
    આંકડોની માનીયે, તો હાલમાં થયેલું સીઝફાયરનું ઉલ્લંઘન છેલ્લાં 15 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં થતા ઉલ્લંઘનમાં સૌથી વધુ છે. આ વર્ષે 21 જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને 134થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2017માં કૂલ 860 વખત પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.

    જ્યારે વર્ષ 2016માં તેની સંખ્યા 271 હતી અને વર્ષ 2015માં તેની સંખ્યા 387 હતી. પાકિસ્તાન તરફથી ઇન્ટરનેસનલ બોર્ડર અને LoC પર સતત ગોળીઓ વરસાવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સની માનીયો તો આ દરમિયાન 200થી વધુ આતંકવાદીઓ ભારતે માર્યા છે. જોકે, જમ્મૂ-કાશ્મીરમાં 61 ભારતીય સૈનિક શહિદ થઇ ગયા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Border, BSF, India Pakistan Border, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन