Home /News /national-international /Vijay Diwas 2020: PM મોદીએ 1971 યુદ્ધના જાંબાજોને આપી સલામી, સ્વર્ણિમ વિજય મશાલ કરી પ્રજ્વલિત

Vijay Diwas 2020: PM મોદીએ 1971 યુદ્ધના જાંબાજોને આપી સલામી, સ્વર્ણિમ વિજય મશાલ કરી પ્રજ્વલિત

Vijay Diwas: 16 ડિસમ્બર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધ 1971માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

Vijay Diwas: 16 ડિસમ્બર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધ 1971માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસર પર બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિ (Amar Jyoti)થી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રજ્વલિત કરી. વિજય દિવસના પ્રસંગે પીએમ મોદીએ નવી દિલ્હી સ્થિત નેશનલ વૉર મેમોરિયલ (National War Memorial)માં સ્વર્ણિક વિજય મશાલને પ્રજ્વલિત કરી. વડાપ્રધાને આ દરમિયાન 1971ની યુદ્ધના જાંબાજોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. બીજી તરફ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સમર સ્મારક પર સ્વર્ણિક વિજય વર્ષના લૉગોનું અનાવરણ કર્યું. તેની સાથે સમગ્ર વર્ષ સુધી ચાલનારા સ્વર્ણિક વિજય વર્ષ સમારોહની શરૂઆત થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદીએ વિજય દિવસના પ્રસંગે વિજય જ્યોતિ યાત્રાને રાજધાની દિલ્હીથી રવાના કરી. વિજય યાત્રામાં ચાર વિજય મશાલ એક વર્ષની અવધિમાં સમગ્ર દેશના છાવણી વિસ્તોરોમાં જશે. તેમાં 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતા સૈનિકોના ગામ પણ સામેલ છે. આવતા વર્ષે નવી દિલ્હીમાં જ પૂરી થશે.

રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વિજેતાઓના ગામોની સાથોસાથ 1971ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લાવવામાં આવશે. નોંધનીય છે કે 16 ડિસમ્બર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધ 1971માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમર સ્મારક પર રાત-દિવસ પ્રજ્વલિત રહેનારી જ્યોતિથી વિજય મશાલ પ્રજ્વલિત કરશે.

વિજય દિવસના પ્રસંગે કેન્દ્રીય ગૃહ મત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, 1971માં આજના જ દિવસે ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસ અને પરાક્રમથી માનવીય સ્વાતંત્રતાના સાર્વભૌમિક મૂલ્યોની રક્ષા કરતાં વિશ્વ માનચિત્ર પર એક ઐતિહાસિક પરિવર્તન કર્યું. ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોથી અંકિત આ શૌર્યગાથા દરેક ભારતીયને ગૌરવ અપાવતી રહેશે. વિજય દિવસની શુભકામનાઓ.

આ પણ વાંચો, MSP, મિડલમેન અને ખોટી માન્યતાઃ નવા કૃષિ કાયદામાં શું બદલાયું અને કોને ફાયદો?

શેખ હસીનાની સાથે શિખર મંત્રણા કરશે પીએમ મોદી

બીજી તરફ, વડાપ્રધાન મોદી 17 ડિસેમ્બરે બાંગ્લાદેશી વડાંપ્રધાન શેખ હસીના સાથે ડિજિટલ માધ્યમથી શિખર મંત્રણા કરશે. બંને નેતા દ્વીપક્ષીય સંબંધોના સંપૂર્ણ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર નિવેદન અનુસાર, બંને નેતાઓની વચ્ચે મંત્રણાના કેન્દ્રમાં કોવિડ-19 બાદ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થશે.

આ પણ વાંચો, બ્રિટનના PM બોરિસ જૉનસને સ્વીકાર્યું ભારતનું આમંત્રણ, ગણતંત્ર દિવસના પ્રસંગે હશે મુખ્ય અતિથિ

નિવેદન અનુસાર, બંને દેશોએ નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય સંવાદ અને આદાન પ્રદાન ચાલુ રાખ્યા છે અને તેમાં ગત વર્ષ ઓક્ટોબરમાં હસીનાનો ઓફિશિયલ ભારત પ્રવાસ અને માર્ચમાં મુજબી વર્ષના ઐતિહાસિક અવસર પર પીએમ મોદીના વીડિયો સંદેશનો ઉલ્લેખ કર્યો છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો