Home /News /national-international /

World Population : જનસંખ્યામાં ચીન પણ પાછળ રહી જશે, 2023માં ભારત હશે પ્રથમ ક્રમે

World Population : જનસંખ્યામાં ચીન પણ પાછળ રહી જશે, 2023માં ભારત હશે પ્રથમ ક્રમે

ભારતની વસ્તી 2023

World Population Day 2022: યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટ મુજબ ભારત 2023 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની જશે અને ચીનને પાછળ છોડી દેશે. એક અંદાજ મુજબ 2050 માં ભારતની વસ્તી (india population) 1.668 અબજ જયારે ચીનની વસ્તી 1.317 અબજ હશે.

વધુ જુઓ ...
  World Population : 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. તેના ઉપક્રમે સંયુક્ત રાષ્ટ્રએ ભારતને લઈને એક ચોંકાવનારી વાત કરી છે. એમના અનુમાન મુજબ 2023 માં ભારત વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની જશે. જોકે હાલમાં ચીન જનસંખ્યા મામલે પ્રથમ નંબરે છે. નવેમ્બર 2022 સુધીમાં વિશ્વની કુલ વસ્તી 8 અબજ પહોંચી જશે.

  1950 પછી વૈશ્વિક જનસંખ્યા વૃદ્ધિદરમાં ઘટાડો જોવા મળ્યો છે. 2020 માં જનસંખ્યા વૃદ્ધિદર 1 ટકાથી પણ ઓછો રહ્યો છે. સયુંકતરાષ્ટ્રના અનુમાન મુજબ દુનિયાની જનસંખ્યા 2030 માં 8.5 અબજ, 2050 માં 9.7 અબજ અને 2080 માં 10.4 ના શિખરે પહોંચશે.

  2050 માં ભારતની જન-સંખ્યા 1.668 અબજ હશે

  રિપોર્ટ અનુસાર ભારત 2023 માં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ હશે. જે આ મામલે ચીનને પાછળ છોડી મુકશે. 2022 માં ભારતની જન-સંખ્યા 1.412 અબજ હશે જયારે ચીન 1.426 અબજ હશે. પણ 2023 ના અંત સુધીમાં ભારત ચીનને પછાડી દુનિયામાં સૌથી વધુ જન-સંખ્યા ધરાવતા દેશમાં પ્રથમ સ્થાને હશે. અનુમાન છે કે 2050 માં ભારત ની જન-સંખ્યા 1.668 અબજ હશે. ત્યારે ચીનની જન-સંખ્યા 1.317 અબજ હશે.

  સંયુક્ત-રાષ્ટ્ર મહાસચિવ એ કહ્યું, જશ્નનો અવસર

  યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુતેરસએ કહ્યું, આવર્ષે પૃથ્વી પર 8 અબજ માનવીનો જન્મ થશે. આ આપણી વિવિધતાને ઉજવવાની, આપણી સામાન્ય માનવતાને ઓળખવાની અને આરોગ્યની પ્રગતિથી આશ્ચર્યચકિત થવાની તક છે. આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિએ માણસનું આયુષ્ય વધાર્યું છે. માતા અને બાળકોના મૃત્યુ દરમાં ધરખમ ઘટાડો થયો છે. આપણી પરસ્પર જવાબદારીમાં આપણે ક્યાં નિષ્ફળ રહ્યા છીએ તેનું મૂલ્યાંકન કરવાનો આ સમય છે.

  આ પણ વાંચોભાભીના પ્રેમમાં પાગલ બન્યો દીયર, લગ્નના 21 દિવસમાં જ પત્નીની કરી દીધી હત્યા

  2022માં ભારત અને ચીનની વસ્તી 1.4 અબજથી વધુ છે. આ બંને દેશો વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં સામેલ છે. 2022 માં વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશો પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા છે. તેમાં 2.3 અબજ લોકો રહે છે. આ વૈશ્વિક વસ્તીના 29 ટકા છે. તેમજ મધ્ય અને દક્ષિણ એશિયામાં 2.1 અબજ લોકો રહે છે. આ વિશ્વની કુલ વસ્તીના 26 ટકા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Population, World Population Day History

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन