Home /News /national-international /

LoC પર પાકિસ્તાનના બે ફાઇટર વિમાનો દેખાયા, હાઇ અલર્ટે પર એરફોર્સ- સૂત્ર

LoC પર પાકિસ્તાનના બે ફાઇટર વિમાનો દેખાયા, હાઇ અલર્ટે પર એરફોર્સ- સૂત્ર

સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે બે પાકિસ્તાની ફાઇટર વિમાનો ભારતીય રડાર સિસ્ટમમાં ઝડપાયા હતા.

મંગળવારે રાત્રે એલઓસી પર પાકિસ્તાનના બે વિમાનો દેખાયા. ભારતીય રડાર સિસ્ટમે બે પાકિસ્તાની જેટ પ્લેનની હાજરી નોંધી હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાની એરફોર્સના ફાઇટર વિમાનોએ વધુ એક વાર ભારતીય સીમામાં પ્રવેશ કરવાની કોશિષ કરી છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનના બે ફાઇટર પ્લેન જોવા મળ્યા હતા. પૂંછ સેક્ટરમાં આ વિમાનોનો અવાજ પણ સંભળાયો હતો. પાકિસ્તાનના આ બંને ફાઇટર પ્લેનને ભારતીય રડાર સિસ્ટમે પણ પકડ્યા હતા.

    પાકિસ્તાન વાયુસેનાની આ હરકત બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇ અલર્ટ પર છે, આ ઉપરાંત દેશની રડાર સિસ્ટમને પણ હાઇ અલર્ટ પર રાખવમાં આવી છે.



    બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ 27મી ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇક બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના F-16 વિમાનોએ ભારતીય સીમામાં ઘૂષણ કરી હતી. ભારતીય વાયુસેનાએ તેમને ખધેડતા પાકિસ્તાનમાં અંદર 3 કિલોમીટર સુધી મૂકી આવ્યા હતા. આ ડોગ ફાઇટમાં ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 બાઇસનથી એક F-16ને તોડી પાડ્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Airforce, Escalation, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन