ઓડિશાના બોલાંગીરમાં 55 વર્ષીય એક મહિલાનું ઓમિક્રોનથી મૃત્યુ થઈ ગયું છે. (પ્રતીકાત્મક ફોટો-PTI)
Omicron India Update: ઓડિશા (Odisha)ના બોલાંગીરમાં 55 વર્ષીય એક મહિલાનું ઓમિક્રોન (Omicron variant)થી મૃત્યુ થઈ ગયું છે. આ પહેલા રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુરમાં એક 73 વર્ષીય વૃદ્ધનું ઓમિક્રોનથી મોત થયું હતું.
India Omicron death: દેશમાં ઓમિક્રોન (Omicron variant)નો કહેર સતત વધી રહ્યો છે. રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મોત નોંધાયા બાદ દેશમાં આ વેરિઅન્ટથી બીજું મૃત્યુ થયું છે. ઓડિશા (Odisha)ના બોલાંગીરમાં 55 વર્ષીય એક મહિલાનું ઓમિક્રોનથી મૃત્યુ થઈ ગયું છે. આ પહેલા રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુરમાં એક 73 વર્ષીય વૃદ્ધનું ઓમિક્રોનથી મોત થયું હતું. તેમની પણ વિદેશની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી.
જણાવી દઈએ કે 27 ડિસેમ્બરે સંબલપુર જિલ્લામાં આવેલા વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR)માં મહિલાનું મૃત્યુ થયું હતું. પરંતુ હવે એ જાણકારી મળી છે કે મહિલા ઓમિક્રોનથી સંક્રમિત હતી, જેને લીધે તેનું મોત થયું.
અગલપુર ગામની રહેવાસી આ દર્દીએ કોઈ વિદેશ યાત્રા કરી ન હતી. ગયા મહિને તેમને સ્ટ્રોક આવ્યો હતો, જેના બાદ ઈલાજ માટે તેમને 20 ડિસેમ્બરે બાલંગીરના ભીમા ભોઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાલંગીરના CDMO સ્નેહલતા સાહૂએ જણાવ્યું કે બે દિવસ સુધી હોસ્પિટલમાં ઈલાજ દરમ્યાન મહિલાને સંબલપુરના બુર્લાના VIMSARમાં રેફર કરવામાં આવી હતી. તબિયત બગડ્યા બાદ તેમના કોરોના ટેસ્ટનો સેમ્પલ લેવામાં આવ્યો. એના પછીના દિવસે એટલે કે 23 ડિસેમ્બરે મહિલા કોવિડ પોઝિટીવ હોવાની જાણકારી મળી.
કોરોના સંક્રમિત થયા બાદ ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં મહિલા નવા વેરિઅન્ટથી ગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું. 4 દિવસ બાદ 27 ડિસેમ્બરે મહિલાનું મૃત્યુ થઈ ગયું.
તો રાજસ્થાનના ઉદયપુરના લક્ષ્મી નારાયણ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું પણ ઓમિક્રોનથી મૃત્યુ થયું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તપાસમાં મૃતકના શરીરમાં ઓમિક્રોનની હાજરી જોવા મળી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ઓમિક્રોનથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવે તે પહેલા જ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. દર્દી વૃદ્ધ વ્યક્તિ હતા અને તેમને ડાયાબિટીસની સાથે અન્ય રોગો હતા.’
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર