Home /News /national-international /પેન્ડિંગ કેસ કેવી રીતે ઘટશે? દેશને દર 10 લાખ લોકો માટે 50 જજોની જરૂર છે, જાણો શું કહ્યું જસ્ટિસ ઓકાએ

પેન્ડિંગ કેસ કેવી રીતે ઘટશે? દેશને દર 10 લાખ લોકો માટે 50 જજોની જરૂર છે, જાણો શું કહ્યું જસ્ટિસ ઓકાએ

દેશમાં દર 10 લાખ લોકોએ 50 જજોની જરૂર

Supreme court: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકાએ કહ્યું છે કે, ભારતને પ્રતિ 10 લાખ લોકો દીઠ 50 ન્યાયાધીશોની જરૂર છે, પરંતુ હાલમાં આ આંકડો પ્રતિ 10 લાખ લોકો માત્ર 21 જજ છે. પેન્ડિંગ કેસોની સંખ્યા વધી રહી છે. જણાવી દઈએ કે, તેઓ અંધ બાળકો અને અન્ય વિકલાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા 'સોબતી'ની 16મી વર્ષગાંઠને સંબોધિત કરી રહ્યા હતા.

વધુ જુઓ ...
પાલઘર: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ. ઓકાએ કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખ લોકો દીઠ 50 જજોની જરૂર છે, પરંતુ હાલમાં આ આંકડો પ્રતિ 10 લોકો પર માત્ર 21 છે, જેના કારણે પેન્ડિંગ કેસોની સંખ્યા વધી રહી છે. જસ્ટિસ ઓકાએ એમ પણ કહ્યું હતું કે, સમાજના સભ્યોએ એવી સંસ્થાઓને મદદ કરવા આગળ આવવું જોઈએ જે વિકલાંગ બાળકોને સહાય આપવાના ક્ષેત્રમાં કામ કરે છે.

જણાવી દઈએ કે, તેઓ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા ખાતે અંધ બાળકો અને અન્ય વિકલાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા 'સોબતી' દ્વારા તેની 16મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

આ પણ વાંચો: થિયેટરમાં માલિકની મરજી ચાલશે, આ કોઈ જીમ નથી કે ત્યાં તમને પોષ્ટિક ભોજન મળે: સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ અભય એસ. ઓકાએ કહ્યું કે, વિદેશમાં સરકારો વિકલાંગ બાળકોના પરિવારોને મદદ કરે છે, પરંતુ કમનસીબે ભારતમાં આવી કોઈ જોગવાઈ નથી. જસ્ટિસ ઓકાએ કહ્યું કે, વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે સરકાર દ્વારા સહાયિત સંસ્થાકીય સંભાળની ગેરહાજરીમાં, સમાજે સોબતી અને તેના જેવી અન્ય સંસ્થાઓને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.

વસ્તી ગુણોત્તર પર પણ મોટી વાત

આ પ્રસંગે તેમણે દેશમાં 'જજ પોપ્યુલેશન રેશિયો' વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ ઓકાએ કહ્યું હતું કે, દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીએ 50 જજોની જરૂર છે, પરંતુ દર 10 લાખ લોકો પર માત્ર 21 જજ છે, તેથી કોર્ટમાં કેસોની મોટી સંખ્યા પેન્ડન્સી છે.
First published:

Tags: Judges, Supreme Court

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો