COVID-19: કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ ઓગળી રહ્યા છે હાડકાં, મુંબઈમાંથી મળી આવ્યા 3 કેસ, ડોક્ટરોની ચિંતામાં થયો વધારો

પ્રતીકાત્મક તસવીર

રિપોર્ટ અનુસાર કેટલાક અન્ય ઓર્થોપેડિક સ્પેશ્યાલીસ્ટ જણાવ્યું કે તેમણે પણ કોરોનમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં આવા કેસ જોયા છે.

  • Share this:
કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ મ્યુકરમાયકોસિસનાં ઘણા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે અવેસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે, બોન ડેથના કેસ સામે આવી રહ્યા છે. અવેસ્ક્યુલર નેક્રોસિસમાં હાડકા પીગળવા લાગે છે. બોન ટીશ્યુ સુધી લોહી ન પહોંચી શકવાને કારણે આવું થાય છે. મહારાષ્ટ્રના મુંબઈમાં અવેસ્ક્યુલર નેક્રોસિસના લગભગ 3 કેસ નોંધાયા છે. ડોક્ટરોની આશંકા છે કે, આગામી સમયમાં તેના કેસમાં વધારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અવેસ્ક્યુલર નેક્રોસિસ અને બ્લેક ફંગસનું કારણ સ્ટીરોઈડ બતાવાઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે કોરોના પેશન્ટ્સને સ્વસ્થ કરવા માટે મોટેભાગે સ્ટીરોઈડ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 40 વર્ષની ઉંમરે ઓછામાં ઓછા ત્રણ દર્દીઓનું ઈલાજ કરવામાં આવ્યું છે. આ કેસ કોરોનમાંથી સ્વસ્થ થયા બાદ આવ્યા હતા. માહિમની હિન્દુજા હોસ્પિટલના નિદેશક ડો. સંજય અગ્રવાલે જણાવ્યું કે, ' દર્દીઓને ફીમર બોન(જાંઘના સૌથી ઊંચા ભાગના હાડકામાં) દુખાવો થયો હતો. આ ત્રણેય દર્દીઓ ડોક્ટર હતા, જેથી તેઓ લક્ષણો સારી રીતે ઓળખી શક્યા અને તરત સારવાર મેળવી હતી.

સરસપુરમાં આજે અગિયારસે ભગવાનનું મામેરું, બે પેઢીથી વાટ જોતા ઠાકોર પરિવારને મળી છે આ તક

આ રોગનું કારણ છે કાર્ટીકોસ્ટીરોઈડ

આ બીમારી અંગે ડો. અગ્રવાલનું રિસર્ચ પેપર 'અવેસ્ક્યુલર નેક્રોસિસ અ પાર્ટ ઓફ લોન્ગ કોવિડ' મેડિકલ જર્નલ 'બીએમજે કેસ સ્ટડીઝ'માં પ્રકાશિત થયું હતું. તેમણે જણાવ્યું કે, કોરોના કેસમાં 'જીવન રક્ષક કાર્ટીકોસ્ટીરોઈડનો મોટા પ્રમાણમાં ઉપયોગના કારણે' 'AVN કેસમાં' વધારો થશે. રિપોર્ટ અનુસાર કેટલાક અન્ય ઓર્થોપેડિક સ્પેશ્યાલીસ્ટ જણાવ્યું કે તેમણે પણ કોરોનમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં આવા કેસ જોયા છે.

પાવર કૉરિડોર: કરપ્શન કા લાલ રંગ... ગુજરાતમાં ભ્રષ્ટાચાર હવે છૂપો નહીં રહે પરંતુ લાલ છડીએ પોકારશે



સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું, 'જે દર્દીઓ લાંબા સમયથી કોવિડ -19 થી પીડિત છે અને તેમને સ્ટેરોઇડ્સની જરૂર છે, તે ચિંતાનો વિષય છે.' રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે કહ્યું કે તેઓ એવસ્ક્યુલર નેક્રોસિસના કેસો પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે 'એક કે બે મહિનામાં હું આવા કેસ આવી શકે છે, કારણ કે સામાન્ય રીતે AVN સ્ટીરોઈડના ઉપયોગના પાંચથી છ મહિના પછી જ થાય છે. કોવિડની બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં સ્ટેરોઇડ્સનો ભારે ઉપયોગ થતો હતો. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં વધુ કેસો જોવા મળી શકે છે.
First published: