નવી દિલ્હી : ભારત-ચીનની (India China) વચ્ચે વધતા સરહદ વિવાદને જોતા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે બે દિવસથી લદાખમાં હતા. સેના પ્રમુખના લદાખ (Ladakh) પ્રવાસના એક દિવસ પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર ચીની લડાકુ વિમાન અને હેલિકોપ્ટરની વધતી ગતિવિધિઓની વચ્ચે ભારતીય સશસ્ત્ર દળોએ વાયુ રક્ષા મિસાઈલ સિસ્ટમને (Air defense missile system) સરહદ પર તૈનાત કરી છે. સરકારી સૂત્રોના મતે પૂર્વ લદાખ સેક્ટરમાં ચાલી રહેલા બિલ્ડ-અપના ભાગના રુપમાં ભારતીય સેના અને ભારતીય વાયુ સેના બંનેની વાયુ રક્ષા પ્રણાલિઓને ચીની વાયુ સેનાના લડાકુ જેટ અથવા પીપુલ્સ લિબરેશન આર્મી હેલિકોપ્ટરો દ્વારા કોઈ પણ પ્રકારની ગેરવર્તણુકને રોકવા માટે લદાખ સેક્ટરમાં તેને તૈનાત કરવામાં આવ્યા છે.
છેલ્લા થોડાક અઠવાડિયામાં ચીની દળોના સુખોઈ-30 જેવા વિમાનને ભારતીય સરહદથી ફ્કત 10 કિલોમીટર દુર ઉડતા જોયા હતા. સૂત્રોએ કહ્યું કે ભારત ઝડપથી અત્યાધિક સક્ષમ વાયુ રક્ષા પ્રણાલી પ્રાપ્ત કરશે. જેને એલઓસી પર તૈનાત કરી શકે છે. સૂત્રોનુ કહેવું છે કે એલઓસી પર આ વિમાનોની તૈનાતીનો અર્થ પૂરા ક્ષેત્ર પર ધ્યાન રાખવાનું છે.
સૂત્રોનું કહેવું છે કે ચીની હેલિકોપ્ટર સબ સેક્ટર નોર્થ (દૌલત બેગ ઓલ્ડી સેક્ટર), ગલવાન ઘાટીની પાસે પેટ્રોલિંગ પોઈન્ટ 14, પેટ્રોલિંગ પોઈન્ટ 15, પેટ્રોલિંગ પોઈન્ટ 17 અને 17 એ (હોટ) સહિત બધા વિવાદિત ક્ષેત્રોમાં ભારતીય એલઓસીની બહુ નજીક ઉડાન ભરી રહ્યા છે. પંગોંગ ત્સો અને ફિંગર ક્ષેત્રની સાથે સ્પ્રિંગ્સ ક્ષેત્ર જ્યાં તે હવે ફિંગર 3 ક્ષેત્રની નજીક જઈ રહ્યા છે.
ચીનની આ ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ભારતને એર ડિફેન્સ મિસાઈલને સરહદ પર તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેના માટે હવામાં ઝડપથી ઉડતા લડાકુ વિમાન, ડ્રોનને ઉતારી શકાય છે. ઉચ્ચ પહાડી ક્ષેત્રમાં આ મિસાઈલ સારી રીતે કામ કરી શકે તે માટે ઘણા પ્રકારના સંશોધન કરવામાં આવ્યા છે. તેની સાથે ભારતીય વાયુ સેનાના લડાકુ વિમાન પૂર્વ લદાખમાં ઘણા સક્રિય છે. સરહદી ક્ષેત્રમાં ચીન તરફથી કોઈ પણ પ્રકારની ગતિવિધિઓને યોગ્ય સમય પર રોકી શકે તે માટે પુરી દેખરેખ રાખવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર