કોરોનાની બીજી લહેર ભારતમાં આવશે કે નહીં? જાણો શું કહે છે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ

કોરોનાની બીજી લહેર ભારતમાં આવશે કે નહીં? જાણો શું કહે છે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ
પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા એક કરોડની વટાવી ગઈ છે. જોકે રોજ આવતા કેસ અને મોતની સંખ્યા સતત ઘટી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કહ્યું કે બની શકે તે દેશમાં કોવિડ-19 સંક્રમણની (Covid-19 infection)બીજી લહેર ના આવે અને જો આવે તો પણ પહેલા જેટલી તાકાતવર હોવાની સંભાવના નથી. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા એક કરોડની વટાવી ગઈ છે. જોકે રોજ આવતા કેસ અને મોતની સંખ્યા સતત ઘટી રહી છે. જાણીતા વાયરોલોજિસ્ટ ડો. શાહિદ જમીલે કહ્યું કે ભારતમાં પ્રતિ દિવસે આવનાર કેસમાં ઘટાડો થયો છે. જે સપ્ટેમ્બરમાં શીર્ષ સ્તરે હતા.

  જમીલે કહ્યું કે હાલના સમયે પ્રતિ દિવસ લગભગ 25 હજાર કેસ સામે આવી રહ્યા છે જ્યારે મધ્ય સપ્ટેમ્બરમાં દરરોજ 93 હજારથી વધારે કેસ સામે આવતા હતા. મને નથી લાગતું કે બીજી લહેર આવશે કારણ કે તહેવારની સિઝન (દશેરાથી દિવાળી) અને એક રાજ્યમાં ચૂંટણી થઈ હોવા છતા કેસમાં વધારો થયો ન હતો. તેનું કારણ શું છે? બીજા રાષ્ટ્રીય સીરો સર્વે પ્રમાણે સંભવિત મામલા પૃષ્ટિ થયેલા મામલાના 16 ગણા છે. તેના મતે ભારતમાં હવે 16 કરોડ મામલા હશે.  આ પણ વાંચો - બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનોરોએ કહ્યું- કોરોના વેક્સીન લગાવવાથી મગર બની જઇશું, મહિલાઓને ઉગી જશે દાઢી

  જમીલે કહ્યું કે એ સંભવ છે કે અત્યાર સુધી દેશમાં 30-40 કરોડથી વધારે સંક્રમણના કેસ હોય. અસુરક્ષિત અને અતિસંવેદનશીલ લોકો સંક્રમિત થતા હશે. જો પ્રતિ રક્ષા એક વર્ષ કે તેનાથી ઓછા સમય સુધી રહે છે તો આપણી સામે કેટલાક વર્ષો દરમિયાન નિયમિત અંતરાળ પર સંક્રમણના કેસમાં નાની વૃદ્ધિ જોવા મળી શકે છે. સારી વેક્સીન તેને પ્રભાવી ઢંગથી નિયંત્રિત કરશે. કોવિડ-19ની સંભવિત બીજી લહેર વિશે પુછતા જાણીતા ક્લીનિકલ સાઇંટિસ્ટ ડો. ગગનદીપ કાંગે કહ્યું કે સંક્રમણ પહેલી વખત જેટલું તેજ નહીં હોય અને સંક્રમણના કેસમાં વૃદ્ધિ તેટલી વધારે હશે નહીં. આપણી પાસે સામૂહિક પ્રતિરક્ષા છે અને તેના વિશે ફરીથી ચિંતા કરવાની જરૂર નથી.

  ડો અગ્રવાલે કહ્યું કે બધી સંભાવનાઓ પ્રમાણે ભારતમાં બીજી લહેર નહીં હોય અને જો આવશે તો તે 501 નવા પ્રકારોના કારણે આવશે. જો આપણે ત્યાં સ્ટ્રેન નહીં આવે તો બીજી લહેર આવશે નહીં. જો ભારત આ મહિનાના અંત સુધી ટિકાકરણ કાર્યક્રમ શરૂ કરી દે અને લગભગ 30 કરોડ લોકોને વેક્સીન લાગે તો આપણે 25 માર્ચ સુધી આ બિમારીને નિયંત્રિત કરવામાં સક્ષમ થઈ શકીએ છીએ.
  Published by:Ashish Goyal
  First published:December 19, 2020, 23:45 pm