ભારતમાં આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસ પણ પાછળ રહી જશે!

News18 Gujarati
Updated: May 23, 2020, 7:51 AM IST
ભારતમાં આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસ પણ પાછળ રહી જશે!
પ્રતિકાત્મક તસવીર

દુનિયામાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અડધા કરોડને પાર, જ્યારે 3.35 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં લૉકડાઉન (Lockdown 4.0)નો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં બસથી લઈને વિમાન સેવા શરૂ કરી દેવામાં આવી છે. બજારો ખુલી રહ્યા છે અને જિંદગી ફરી પાટા પર ચડી રહી છે. પરંતુ કોરોના વાયરસના પ્રસરવાની ઝડપ સતત વધી રહી છે. શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે ભારતમાં આશરે 1.25 લાખ લોકો કોવિડ-19ના ઝપટમાં આવી ચુક્યા છે. જેમાંથી 69 હજાર જેટલા સક્રિય કેસ છે. ભારત કુલ કેસના મામલામાં દુનિયામાં 11મા નંબર પર છે. એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં પાંચમાં નંબર છે, બહુ ઝડપથી ભારત હવે ચોથા નંબર પર પહોંચી શકે છે.

Worldometers વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ભારતમાં શુક્રવારે રાત્રે 11.30 વાગ્યા સુધી કોવિડ-19ના કુલ 1.24 લાખ થઈ ગયા છે. જ્યારે 3,700થી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં 18 મેથી લૉકડાઉન (Lockdown 4.0) લાગૂ છે. આ દરમિયાન દેશમાં દરરોજ પાંચ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ભારત માટે એ રાહતના સમાચાર છે કે 51 હજાર લોકોએ કોરોનાને હરાવી દીધો છે અને સારવાર બાદ હૉસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યાં છે.

ફ્રાંસ અને ભારત વચ્ચે અંતરમાં ઘટાડો

દુનિયામાં સક્રિય કેસની વાત કરવામાં આવે તો ભારતમાં કેસની સંખ્યા આશરે 69 હજાર છે. ભારત હાલ પાંચમાં સ્થાન પર છે. ફક્ત અમેરિકા, રશિયા, બ્રાજિલ અને ફ્રાંસમાં જ ભારતથી વધારે સક્રિય કેસ છે. જેમાં ફ્રાંસમાં સક્રિય કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. જ્યાં શુક્રવારે રાત્રે સક્રિય કેસની સંખ્યા 89 હજાર 753 હતી. જે ભારતથી ફક્ત 20 હજાર વધારે છે. ભારતમાં જે ઝડપે કેસની સંખ્યા વધી રહી છે તેને જોતા ફક્ત પાંચ જ દિવસમાં ભારત ફ્રાંસથી આગળ નીકળી શકે છે. ફ્રાંસમાં બે દિવસમાં 500 સક્રિય કેસ ઓછા થયા છે.

આ પણ વાંચો :  રાજ્યમાં ટ્રેનના બુકિંગ માટે 21 કાઉન્ટર શરૂ કરાયા, જુઓ કયા કયા રેલવે સ્ટેશન પર મળશે સુવિધા

અમેરિકાના હાલત સૌથી ખરાબ 

કોવિડ 19 મામલે કુલ સક્રિય કેસ અને મોતના મામલે અમેરિકાની હાલત સૌથી ખરાબ છે. અહીં 16.25 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેમાંથી 11.46 લાખ સક્રિય કેસ છે. અહીં આશરે 3.38 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 96 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે.

રશિયા બીજા અને બ્રાઝીલ ત્રીજા નંબર પર

સક્રિય કેસમાં રશિયા બીજા નંબર પર અને બ્રાઝીલ ત્રીજા નંબર પર છે. જ્યારે ફ્રાંસ ચોથા નંબર પર છે. રશિયામાં કુલ 3.26 લાખ કેસ છે, જેમાંથી 2.23 લાખ સક્રિય છે. બ્રાઝીલમાં 3.12 લાખ કેસ છે, જેમાંથી 1.66 લાખ સક્રિય કેસ છે. રશિયામાં 3,200 અને બ્રાઝીલમાં 20 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ફ્રાંસમાં કુલ 1.81 લાખ કેસ છે. જેમાંથી 28 હજારથી વધારે લોકોનાં મોત થયા છે.

52 લાખની વસ્તી કોરોનાથી પીડિત

દુનિયામાં કોરોના પીડિત લોકોની સંખ્યા અડધા કરોડને પાર કરી ગઈ છે. Worldometers પ્રમાણે શુક્રવારે મોડી રાત સુધી 52.44 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. જેમાંથી 3.35 લાખ લોકો મૃત્યું પામ્યાં છે. જ્યારે આશરે 21.15 લાખ લોકો સાજા થયા છે. હાલમાં દુનિયામાં 27.92 લાખથી વધારે સક્રિય કેસ છે.
First published: May 23, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading