સ્વિસ બેંકો પાસેથી ખાતાઓની જાણકારી મળવાની પ્રક્રિયા શરૂ

News18 Gujarati
Updated: February 5, 2019, 8:20 AM IST
સ્વિસ બેંકો પાસેથી ખાતાઓની જાણકારી મળવાની પ્રક્રિયા શરૂ
ફાઇલ તસવીર

આશરે દોઢ મહિના પહેલા ભારતીય ખાતા ધારકોને સ્વિસ ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન તરફથી એક નોટિસ પાઠવવામાં આવી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સ્વિસ બેંકોમાં જે લોકોનાં ખાતા છે તેમની જાણકારી બહુ ઝડપથી ભારત સરકારને મળી જશે. સ્વિટ્ઝરલેન્ડના અધિકારીઓએ આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્વિસ અધિકારીઓએ HSBC બેંકમાં ખાતું ધરાવતા ભારતીયોને આ સંદર્ભે લેખિતમાં સહમતિ આપવા માટે એક નોટિસ મોકલી છે. અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં આ સમાચાર છપાયા છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ 2008માં સ્વિટ્ઝરલેન્ડની ફેડરલ કોર્ટના એક આદેશ પ્રમાણે ખાતાઓની જાણકારી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આશરે દોઢ મહિના પહેલા ભારતીય ખાતા ધારકોને સ્વિસ ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન તરફથી એક નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી માંગવામાં આવેલી બેંન્કિગ ડિટેઈલ બંને દેશ વચ્ચે કાળા નાણા મુદ્દે થયેલા કરાર હેઠળ આવે છે. નોટિસમાં પ્રથમ એપ્રિલ 2011થી ખાતા અંગેની જાણકારી આપવાની વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચો : ક્યારેય ડાઉનલોડ ન કરો આ બેંકોની આવી એપ, ગાયબ થશે પૈસા!

આદેશની સાથે ભારતીય ખાતાધારકોને એક સહમતિ પત્ર ભરવાનું કહેવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભારતીય અધિકારીઓએ જે માહિતી માંગી છે તે આપવા માટે તેઓ સહમતિ દર્શાવે છે. વર્ષ 2011માં ફ્રાંસથી ભારતની સ્વિટ્ઝરલેન્ડની HSBC બેંકમાં ખાતા ધરાવતા 628 ભારતીયોના નામ મળ્યાં હતા. જે બાદમાં વર્ષ 2015માં 1195 ભારતીયોના નામ સામે આવ્યા હતા. જે બાદમાં વર્ષ 2006-07 સુધી સ્વિસ બેંકોમાં ભારતીય ખાતાધારકોના આશરે 25420 કરોડ જમા હોવાની જાણકારી મળી હતી. આમાંથી 85 ટકા લોકો ભારતમાં રહેતા લોકો છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ફ્રાંસે HSBCમાં આશરે 700 ભારતીયોના ખાતા હોવાની જાણકારી ઓગસ્ટ 2011માં આપી હતી. જે બાદમાં દુનિયાભરના અનેક દેશોની સરકારે પણ કાર્યવાહી શરૂ કરી હતી.
First published: February 5, 2019, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading