Corona Lock Down: એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની તૈયારી

News18 Gujarati
Updated: March 25, 2020, 10:21 AM IST
Corona Lock Down: એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની તૈયારી
બજાર અને દુકાનો પર ભીડ ન એકત્ર થાય તે માટે ઘરના દરવાજા સુધી સામાન પહોંચાડવાની સુવિધા આપવામાં આવશે

બજાર અને દુકાનો પર ભીડ ન એકત્ર થાય તે માટે ઘરના દરવાજા સુધી સામાન પહોંચાડવાની સુવિધા આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના ખતરાને જોતાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશમાં લૉકડાઉન (Lock Down)ની જાહેરાત કરી છે. આ દરમિયાન જરૂરી અને ખાવાનો સામાનના સપ્લાય ચાલુ રહે, કોઈને પણ કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેના માટે ગૃહ મંત્રાલય (Home Ministry) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી અને ડીજીપીને એક પત્ર લખ્યો છે. સામાનનો સપ્લાય ચાલુ રહે તેના માટે તાત્કાલિક એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વાત કહેવામાં આવી છે. તેનાથી કોઈ પણ નાગરિકને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ઘરે બેઠા ફોન કરી શકે છે.

ગૃહ મંત્રાલય તરફથી જાહેર પત્રનું માનીએ તો તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ વહેલી તકે એક હેલ્પલાઇન નંબર જાહેર કરે, જેથી જરૂરિયાતવાળા લોકો ફોન પર તેની જાણકારી આપી શકે. લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે અને લોકો પોતાના ઘરોમાં જ રહે, તેના માટે તેમની મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે. બજાર અને દુકાનો પર ભીડ ન એકત્ર થાય તે માટે ઘરના દરવાજા સુધી સામાન પહોંચાડવાની સુવિધા આપવામાં આવે.

આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

જનતાને અપીલ કરવામાં આવી છે કે બહાર જવાને બદલે હેલ્પલાઇન નંબરની મદદ લે. બીજી તરફ બોર્ડરના વિસ્તારોમાં તે લોકોની મૂવમેન્ટ બની રહે જે મહત્વપૂર્ણ સેવાઓની કેટેગરીમાં સામેલ છે. તેના માટે એક નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે. જરૂરી સામાનની સપ્લાય કરનારા લોકોની સુરક્ષા આપવી અને તેનો યોગ્ય ભાવે લોકોને સામાન પૂરો પાડે તેની પણ સ્થાનિક વહીવટીતંત્ર કોઈ પણ રીતે વ્યવસ્થા ઊભી કરે.

આ પણ વાંચો,  ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઃ કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઈ શકે છે બરબાદ
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर