Explained: શું છે સ્ટીકી બૉમ્બ? જેના દ્વારા પાકિસ્તાન કાશ્મીરમાં રચી રહ્યું છે મોટું ષડયંત્ર!

  • Share this:
    પાકિસ્તાન (Pakistan) સાથે ભારતે (India) LOC પર યુદ્ધવિરામનો કરાર કર્યો છે, છતાં પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઇ રહ્યું અને સતત કરારનું ઉલ્લંઘન કરે છે. ત્યારે હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે કે, પાકિસ્તાન ડ્રોન દ્વારા કાશ્મીરમાં સ્ટીકી બૉમ્બ (Sticky Bomb) ફેંકી રહ્યું છે. આ બૉમ્બ ખતરનાક છે, કારણ કે તે ચુંબક દ્વારા ગાડીઓમાં લાગી શકે છે અને આતંકી રિમોટ દ્વારા તેનાથી હુમલો કરવામાં સક્ષમ છે.

    ભારત-પાકિસ્તાન વચ્ચે 2019ના પુલવામાં હુમલા બાદથી સતત તણાવ છે. બંને દેશોએ પોતાના હાઈ કમાન્ડના ઓફિસરોને પરત બોલાવી લીધા હતા. આ દરમિયાન પાકિસ્તાન અને ચીનની મિત્રતા વધી જેને લઈને ચીન અને ભારત વચ્ચે ગલવાનમાં તણાવ વધ્યો. ઉલ્લેખનીય છે કે, ચીન ભારતના વધતા વિકાસથી ચિંતિત છે, જેના કારણે પાકિસ્તાનને પોતાના પ્યાદાંની જેમ ઉપયોગ કરી રહ્યું છે.

    જોકે, ગત 25 ફેબ્રુઆરીએ બંને દેશોએ સરહદ પર કરારનું પાલન કરવા અંગે સહમતી દર્શાવી. છતાં પાકિસ્તાન પર કોઇ અસર નથી. જેનો તાજો દાખલો છે કે, તાજેતરમાં કાશ્મીરમાં એક નવા પ્રકારનો બૉમ્બ મળી આવ્યો. જે સ્ટીકી બૉમ્બ તરીકે ઓળખાય છે. મહત્વનું છે કે, આવા જ સ્ટીકી બૉમ્બથી આતંકીઓએ અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવ્યો છે.

    આયશાની કબર પરના ફૂલ હજુ કરમાયા નથી ત્યાં આઘાતમાં નાની બહેનની તબિયત લથડી

    આ સ્ટીકી બૉમ્બ IED જેવા જ હોય છે. IED એટલે ઈમ્પ્રોવાઇઝડ એક્સ્પ્લોઝીવ ડિવાઇસ. જેને રસ્તાની બાજુમાં કે કોઈ વસ્તુની પાસે રાખી દેવામાં આવે છે અને વિસ્ફોટ થાય છે. તેને એવી રીતે બનાવાય છે કે તેના પર કોઈ વજન પડે તો તે બ્લાસ્ટ થઇ જાય. પરંતુ સ્ટીકી બૉમ્બ IED કરતા વધુ ખતરનાક છે, કારણ કે તે રિમોટથી ઓપરેટ થાય છે. આ બોમ્બને નિર્ધારિત જગ્યાએ લગાવી દેવામાં આવે છે અને પોતે નક્કી કરેલા સમયે રિમોટનું બટન દબાવી દેવાય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ આ સ્ટીકી બૉમ્બથી દહેશત ફેલાવી હતી. ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં છાપેમારી દરમિયાન આ બૉમ્બ મળી આવ્યા હતા.

    માનવામાં આવે છે કે, અફઘાનિસ્તાનના આતંકી આ માટે જવાબદાર છે કે પછી પાકિસ્તાની આતંકીઓ અફઘાનિસ્તાનની મદદથી કાશ્મીરમાં દહેશત ફેલાવી રહ્યા છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે, તે કાશ્મીરને નૈતિક સપોર્ટ આપે છે અને હિંસામાં તેનો કોઈ હાથ નથી.

    શિક્ષણ સાથે જોડાયેલા તમામને જાણવી જોઇએ Gujarat Budgetની આ 15 મહત્ત્વની જાહેરાતો

    વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાઈ હતી. જે બાદથી અહીં હિંસાનું પ્રમાણ ઘટ્યું છે. સાથે જ આતંકી પ્રવૃત્તિ ઘટવાનું કારણ સુરક્ષા હોઈ શકે છે. પરંતુ કાશ્મીરમાં સ્ટીકી બૉમ્બ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અસમંજસમાં છે કે, આ બૉમ્બ કાશ્મીરમાં કેવી રીતે આવ્યા? રોયટર્સના રિપોર્ટ મુજબ એક અજ્ઞાત અધિકારીનું કહેવું છે કે, આશંકા છે કે, આ બૉમ્બ ડ્રોન દ્વારા ફેંકવામાં આવ્યા હશે કે પછી સુરંગોની મદદથી કાશ્મીર લવાયા હોઈ શકે છે.

    હવે સ્ટીકિ બોમ્બને કારણે ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટીકી બૉમ્બને લઈને સેના ખુબ સતર્ક છે. સેનાની ગાડીઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી દૂર સુધી નજર રાખી શકાય. તેમજ દુશ્મનો પર ડ્રોન દ્વારા નજર રાખવાના પ્રયત્નો પણ કરાઈ રહ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published: