મોટી સફળતા! પરમાણુ-ક્ષમતાવાળી મિસાઈલ 'ધનુષ'નું પરીક્ષણ સફળ

News18 Gujarati
Updated: February 23, 2018, 7:53 PM IST
મોટી સફળતા! પરમાણુ-ક્ષમતાવાળી મિસાઈલ 'ધનુષ'નું પરીક્ષણ સફળ
મિસાઈલ ધનુષ

  • Share this:
ભારતે શુક્રવારે ઓડિશામાં એક નેવી શિપથી 350 કિલોમીટર ક્ષમતા ધરાવનાર પરમાણુ- ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઈલ 'ધનુષ'નું સફળ પરિક્ષણ કર્યું. સૂત્રો અનુસાર 'ધનુષ' 500 કિલોગ્રામ સુધીનું પેલોડ ઉપાડવાની ક્ષમતા રાખે છે. તે ઉપરાંત ધનુષ ધરતી અને સમુદ્ર બંને પરથી નિશાન સાધવામાં સક્ષમ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રાયલ ડિફેન્સ આર્મીના સ્ટ્રેટેજિક કમાન્ડ ફોર્સ એસએફસીએ કર્યુ.

અધિકારીઓએ જણાવ્યું કે, સપાટીથી સપાટી પર માર કરનાર આ મિસાઈલનું પરીક્ષણ સવારે લગભગ 10:52 વાગે બંગાળની ખાડીમાં પારાદીપ નજીક રહેલી શિપ પરથી કરવામાં આવ્યું. એક અધિકારીએ જણાવ્યું કે, ભારતીય નેવીની એસએફસી તરફથી પ્રશિક્ષણ અભ્યાસ હેઠળ મિસાઈલનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. ધનુષની સફળ પરીક્ષણના વખાણ કરતાં અધિકારીઓએ જણાવ્યું કે, લોન્ચ સાથે અમે પોતાના બધા ઉદેશ્યો મેળવવામાં સફળ રહ્યાં છીએ.

તેમને કહ્યું કે, મિસાઈલ પરીક્ષણ અને તેની ઉડાનના પ્રદર્શનની દેખરેખ ઓરિસ્સા તટ પરના રડાર સુવિધાઓ અને ડીઆરડીઓની ટેલીમેટ્રી (દૂરમાપી)થી કરવામાં આવી. ધનુષને પહેલાથી જ ભારતીય શસ્ત્રભંડારમાં જગ્યા આપી દેવામાં આવી છે. આ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (આઈજીએમડીપી) હેઠળ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ)ની તરફથી વિકસિત કરેલ પાંચ મિસાઈલમાંથી એક છે.

 
First published: February 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading