'કાશ્મીર અવર' દરમિયાન પાકિસ્તાનના મંત્રીએ કહ્યુ, 'ભારતની બેન્ડ વગાડી દઈશું'

News18 Gujarati
Updated: September 2, 2019, 11:36 AM IST
'કાશ્મીર અવર' દરમિયાન પાકિસ્તાનના મંત્રીએ કહ્યુ, 'ભારતની બેન્ડ વગાડી દઈશું'
પાકિસ્તાન મંત્રી

કૂટનીતિક રીતે હારી ચુકેલા પાકિસ્તાને 30મી ઓગસ્ટના રોજ 'કાશ્મીર ઓવર' મનાવવાની જાહેરાત કરી હતી.

  • Share this:
પાકિસ્તાનમાં 'કાશ્મીર અવર' (Kashmir Hour) મનાવવા દરમિયાન પાકિસ્તાનના અનેક નેતાઓના વીડિયો સામે આવ્યા છે. કાશ્મીરને પોતાની 'ડિફેન્સ લાઇન' માનતું પાકિસ્તાન ઇમરાન ખાનના વડપણ હેઠળ દુનિયાભરમાં કાશ્મીરનું હિતેષ્છુ બનાવાનો ઢોંગ કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાંથી એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ઇમરાન ખાનની પાર્ટીના નેતા પોતાની જ મજાક ઉડાવી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

પાકિસ્તાનની પત્રકાર નાયલા ઇનાયતે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના સીએમ કહી રહ્યા છે કે 'અમે ભારતની બેન્ડ બજાવી દઈશું.' ટ્વિટર પર આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. રણજીત સિંહ નામના યૂઝરે લખ્યું કે, 'લગ્નની સિઝન આવી રહી છે, બેન્ડ વગડતા લોકોની આમ પણ જરૂર છે.'

પાકિસ્તાનની 'કાશ્મીર અવર' 

કૂટનીતિક રીતે હારી ચુકેલા પાકિસ્તાને 30મી ઓગસ્ટના રોજ 'કાશ્મીર અવર' ઉજવ્યો હતો.  આ દરમિયાન શુક્રવારે જેવા બપોરના 12 વાગ્યા કે આખા દેશમાં સાયરન વાગવા લાગ્યું હતું અને ઇસ્લામાબાદના તમામ રસ્તાઓ પર વાહનવ્યવહાર થંભાવી દેવાયો હતો.

આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ થયો છે, જેણે પાકિસ્તાનની કાશ્મીર અવરની હકીકત બતાવી હતી. કાશ્મીર અવરના એક વીડિયોમાં લોકો ટ્રાફિક રોકવામાં આવ્યા બાદ ઉભેલા નજરે પડે છે, જ્યારે અમુક લોકો ટ્રાફિકને રોકી રહ્યા છે.
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर