સાઇબર હુમલા રોકવા સરકાર સફાળી જાગી: હવે સાઇબર સુરક્ષાને લઈ બનાવશે નવી રાષ્ટ્રીય રણનીતિ

તસવીર: Shutterstock

કોઈ પણ પ્રકારના સાઈબર એટેક સામે લડવા માટે ગૃહ મંત્રાલય, સંરક્ષણ, સૂચના મંત્રાલય, નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર સહિતના વિભાગો સાથે મળીને નવી રાષ્ટ્રીય રણનીતિ અંગે તૈયારી કરવામાં આવી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: ભારત દસકાઓથી આતંકી હુમલા (Terrorist attacks)ઓનો ભોગ બનતું આવ્યું છે. હવે આધુનિક યુગમાં આતંકીઓ નવા પેંતરા સાથે ડિજિટલ આતંક (Digital) મચાવી રહ્યા છે. ભારતમાં સાઇબર અટેક (Cyber attack) કરીને આર્થિક રીતે નુકસાન કરવા, સંરક્ષણની ગુપ્ત વિગતો ચોરવામાં આવે છે. તાજેતરમાં જ ચાઇનીઝ હેકર્સ (Chinese hackers) દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને વીજ પુરવઠાના વિતરણને ખોરંભે ચઢાવ્યું હોવાના આક્ષેપ થયા હતા. પરિણામ દેશની સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર નવી રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરી રહી છે.

  કોઈ પણ પ્રકારના સાઈબર એટેક સામે લડવા માટે ગૃહ મંત્રાલય, સંરક્ષણ, સૂચના મંત્રાલય, નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર સહિતના વિભાગો સાથે મળીને નવી રાષ્ટ્રીય રણનીતિ અંગે તૈયારી કરવામાં આવી રહી છે. પૂર્વ લેફ્ટનન્ટ જનરલ અને રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા સંયોજન રાજેશ પંત દ્વારા આ રણનીતિ અંગે એક મુલાકાત દરમિયાન જણાવાયું હતું. પંત ભારતીય સેનામાં કામ કરી ચુક્યા છે. જેઓ સાઇબર સાથે જોડાયેલી ખુફિયા જાણકારીને લઈ તેઓ સીધા વડાપ્રધાન મોદીને રિપોર્ટ કરે છે.

  આ પણ વાંચો: સુરત: પિતાના મોત માટે પોતાને જવાબદાર ગણી યુવકનો આપઘાત, 15 દિવસમાં પરિવારમાં બે મોત

  2020ના ઓક્ટોબર મહિનામાં પાવર કટની ઘટનાથી મુંબઈની રફતાર ધીમી પડી હતી. ઉપરાંત તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ મસમોટી ગડબડ થઈ હતી. આ બન્ને બનાવમાં સાઇબર એટેકની શંકાએ તપાસ ચાલી રહી છે. આ કયા કારણે થયું તે જાણવાનો પ્રયાસ યથાવત છે. પંતના કહેવા મુજબ આ માલવેર પણ હોય શકે છે, તપાસ વગર તેને સાઇબર એટેક ન કહી શકાય.

  ઉલ્લેખનીય છે કે, ભારતીય બંદરગાહના નેટવર્કમાં શરૂ કરાયેલું એક ચાઇનીઝ કનેક્શન હજુ સક્રિય હતું. યુઆઈએસ આધારિત શોધકાર્ય કરતી રિકોર્ડસ ફ્યુચરના મત મુજબ દક્ષિણ એશિયાના રાષ્ટ્રના વીજ ક્ષેત્રમાં પ્રવેશ કરવાના હેકરોનો મનસૂબો સફળ થયો નહતો. ગત વર્ષે ભારતીય અને ચાઈનીઝ સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આ પ્રકારના હુમલાના પ્રયાસ વધ્યા છે.

  આ પણ વાંચો: અમદાવાદ: 'તમે બુદ્ધિમાં ગધેડા જેવા અને કામમાં ઘરડા બળદ જેવા થઈ ગયા છો,' શેઠનો કર્મચારીને ત્રાસ

  વર્તમાન સમયમાં પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની બાબતો પણ ડિજિટલ ઉપર આધારિત છે. પંત મુજબ, નવી વ્યૂહરચનામાં આ પ્રણાલીને સુરક્ષિત કરવા પ્રોટોકોલ બનાવવમાં.આવશે. પરમાણુ, વીજળી અને ઉડ્ડયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાઇબર સુરક્ષાને વધુ ગંભીર માનવામાં આવશે.

  આ પણ વાંચો: કોણ છે અંબાલાલ પટેલ? કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત? કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી?

  તેમણે એમ પણ જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ જો ઇન્ટરનેટથી કનેક્ટ થયેલા કમ્પ્યુટરને માલવેરની અસર થઈ હોય, તો તે હુમલો છે તેવુ હું નહીં કહું. જ્યાં સુધી આઇટી સિસ્ટમને તે બીજી ઓપરેશન સિસ્ટમ સાથે જોડે નહીં ત્યાં સુધી આ માત્ર ટેક્નિકલ સંક્રમણ છે, તે ક્રેન્ક કોલર જેવું છે. તેમણે કહ્યું, તમે કોઈને તમારો નંબર ડાયલ કરવાથી કેવી રીતે રોકી શકો!
  Published by:Vinod Zankhaliya
  First published: