Home /News /national-international /

કોરોના સામેના જંગમાં પણ મળશે રશિયાનો સાથ, હથિયારોની ડીલ બાદ હવે વેક્સીન પણ આપશે

કોરોના સામેના જંગમાં પણ મળશે રશિયાનો સાથ, હથિયારોની ડીલ બાદ હવે વેક્સીન પણ આપશે

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

રશિયાની કોરોના વેક્સીનના સપ્લાય અને ઉત્પાદનને લઈને ભારત અને રશિયાની વચ્ચે અનેક સ્તરોની વાતચીત ચાલી રહી છે

    મૉસ્કોઃ ચીન સાથેના તણાવની વચ્ચે રશિયા (Russia)એ સતત ભારત (India)નો સાથ નિભાવ્યો છે. તે S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમની ઝડપથી ડિલીવરી હોય કે પછી AK-47 203 બંદૂકોની ડીલ, તમામમાં ભારતીય પક્ષને સમર્થન આપ્યું છે. આ દરમિયાન વધુ એક સારા સમાચાર છે કે કોરોના (Coronavirus)ની વિરુદ્ધ જંગમાં પણ બંને દેશોની સાથે લડવા માટે મોટો નિર્ણય લીધો છે. હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલી રશિયાની કોરોના વેક્સીન (Covid-19 Vaccine)ના સપ્લાય અને ઉત્પાદનને લઈને ભારત અને રશિયાની વચ્ચે અનેક સ્તરોની વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ વેક્સીન ભારતને મળી શકે છે.

    ભારતમાં રશિયાની રાજદૂત નિકોલેય કુશાદેવે જણાવ્યું કે આ વાતચીત પોતાના અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં જ આ વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ રશિયાએ ભારતની સાથે સ્પૂતનિક-Vને લઈને સહયોગ તરીકે શૅર કર્યો છે. હાલ ભારત સરકાર આ વાત પર વિચાર કરી રહી છે કે આ વેક્સીનને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય છે. રશિયાના રાજદૂત કુશાદેવે કહ્યું કે, કેટલીક જરૂરી ટેકનીકલ પ્રક્રિયાઓ બાદ વેક્સીન મોટાપાયે (અન્ય દેશોમાં પણ) ઉપયોગ કરી શકાશે.

    આ પણ વાંચો, Petrol Diesel Rate: ડીઝલના ભાવમાં ફરી ઘટાડો, જાણો શું છે પેટ્રોલનો ભાવ

    રાજનાથ સાથે થઈ વાત, હવે જયશંકર સંભાળશે મોરચો

    રિપોર્ટ મુજબ, રાજનાથ સિંહના SEOની બેઠક માટે રશિયાના પ્રવાસ દરમિયાન પણ એક રશિયન પ્રતિનિધિમંડળ સાથે વેક્સીનના ભારત આવવા વિશે ચર્ચા થઈ છે. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરના હાલના રશિયા પ્રવાસ દરમિયાન પણ કોરોનાની વેક્સીનને લઈ ચર્ચા થશે. નોંધનીય છે કે, રશિયા આ સપ્તાહથી કોરોના વેક્સીન સ્પૂતનિક-Vને સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યું છે. આ વેક્સીનને મૉસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રશિયાના રક્ષા મંત્રાલયની સાથે મળી એડેનોવાયરસને બેઝ બનાવીને તૈયાર કરી છે.

    આ પણ વાંચો, કોરોના પોઝિટિવ યુવતી સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ, બાદમાં પહોંચાડી કોવિડ હૉસ્પિટલ

    રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને 11 ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેકસીનનો લૉન્ચ કરી હતી. રશિયાની સાથે વેક્સીનની સપ્લાય, સાથે મળી ઉત્પાદન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, લેસેન્ટ જર્નલ અનુસાર પ્રારંભિક ટ્રાયલમાં આ વેક્સીનની કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ નથી સામે આવી. તેને મેડિકલ વૉચડૉગ Roszdravnadzorની ગુણવત્તાની તપાસ પાસ કરવી પડશે. 10થી 13 સપ્ટેમ્બરની વચ્ચે રશિયન સરકારને નાગરિક ઉપયોગ માટે વેક્સીનની એક બેચને ઇશ્યૂ કરવાની મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ આ વેક્સીનને સામાન્ય નાગરિકો માટે ઇશ્યૂ કરી દેશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus Vaccine, Covid 19 vaccine, Russia, Sputnik-V, Vladimir putin, કોરોના વાયરસ, મોદી સરકાર

    આગામી સમાચાર